________________
૧૧૦
આહાર-આહાર
દિPહિં-દિવસે વડે ત્વરિ-તુવેર બયર-બોર (જેટલો અમલમિતુ-આંબલા માત્ર
|
પિકડા-પાંસળીઓ | તલ–તેનું અર્ધ
અર્થ –ત્રણ આરાને વિષે અનુક્રમે ત્રણ, બે અને એક દિવસે કરીને તે મનુષ્યને તુવેર, બેર અને આમળા પ્રમાણ આહાર હોય છે. તથા પહેલા આરામાં ૨૫૬ પાંસળીઓ બીજામાં તેનાથી અધી સંખ્યા અને ત્રીજામાં તેનાથી અધી સંખ્યા હોય છે. ૯૪
વિવેચન –આ આરાઓમાં પહેલા આરામાં મનુભ્યોને ત્રણ દિવસ ગયા પછી ચેાથે દિવસે આહારની ઈચ્છા થાય છે. તે વખતે તેઓ તુવેરના કણ જેટલે આહાર કરીને તૃપ્ત થાય છે. એ જ પ્રમાણે બીજા આરામાં બે દિવસ ગયા પછી ત્રીજે દિવસે આહારની ઈચ્છા થાય છે અને બોર પ્રમાણ આહારથી તૃપ્ત થાય છે, એ જ પ્રમાણે ત્રીજા આરામાં એકાંતર દિવસે આમળા પ્રમાણુ અલહાર કરી તૃપ્ત થાય છે. અહીં શંકા થાય કે આવા ત્રણ ગાઉ પ્રમાણના શરીરવાળા યુગલિયાઓને ત્રણ દિવસને આંતરે તુવેરના કણ પ્રમાણ આહારથી કેવી રીતે તૃપ્તિ થાય? તે જણાવવાનું કે તે આહાર અત્યંત નિગ્ધ અને પૌષ્ટિક હેવ થી તેટલા આહારથી પણ તેમને તૃપ્તિ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. હવે પહેલા આરાના મનુષ્યને બસ ને છપ્પન પાંસળીઓ હોય છે, બીજા આરામાં તેથી અધીએટલે એક સો ને