________________
૧૫૪
અર્થ –આઠસો ત્રીસ એજન, અગીઆર કલા તથા કલાને સાતી એક ભાગ એટલું કુલગિરિ, યમલ પર્વત, પાંચ દ્રહ અને મેરૂનું આંતરૂં છે. ૧૩૪
વિવેચન –કુલગિરિ એટલે નિષધ અથવા નીલવંત પર્વત. તથા યમલગિરિ, પાંચ દ્રહ અને મેરૂ પર્વત એ આઠની વચ્ચે સરખા પ્રમાણવાળા સાત આંતરા છે. તે દરેક આંતરૂં ૮૩૪ જન ૧૧ કલા અને કલાના સાત ભાગ કરીએ તેવા એક ભાગ પ્રમાણ છે. તે આંતરૂં આ પ્રમાણે–તે દેવકુરૂ અથવા ઉત્તરકુરૂને વિસ્તાર ૧૧૮૪૨ જન અને ૨ કળા છે. તેમાંથી યમલગિરિને વિસ્તાર ૧૦૦૦ જન અને પાંચ કહોને મળીને મેરૂ સન્મુખ વિસ્તાર (લંબાઈ) ૫૦૦૦ એજન છે તે મળીને ૬૦૦૦ એજન બાદ કરવા. ત્યારે ૫૮૪ર રે, રહે. તેને આઠ વસ્તુના આંતરા સાત થાય માટે સાતે ભાગવા એટલે ૮૩૪ જન આવે. બાકી ચાર યોજન રહ્યા તેની કળા કરવા માટે ઓગણેશ વડે ગુણતાં છોતેર થાય. તેમાં ઉપરની બે કળા ઉમેરતાં ૭૮ કળા થાય. તેને સાતે ભાગતાં ૧૧ કળા આવે. બાકી ૧ કલા શેષ રહે તેથી સાતી એક ભાગ. એટલે ઉપર કહ્યા પ્રમાણે ૮૩૪
જન એક એજનના ઓગણીશીય અગ્યાર લાગ–કળા અને એક કળાને સાતીયે એક ભાગ (૯૩૪ જન 18 ) એટલું કુલગિરિ વિગેરે દરેકનું આંતરું સિદ્ધ થાય છે. ૧૩૪
હવે કાંચનગિરિ કહે છે – દહપુવાવરદસજે ચણેહિ દસ દસ વિઅકડાણું સોલસગુણ૫માણ, કંચણગિરિણે દુય સવે. ૧૩૫