________________
૧૬૨
આ મુખ્ય જંબૂવૃક્ષના પરિવાર રૂપ બીજા નાના જંબવૃક્ષ જાણવા. પરંતુ વિશેષ એ છે કે ત્યાં શ્રીદેવીના અધિકારમાં ચાર મહત્તરિકા કહી છે તેમને ઠેકાણે અહીં ચાર અગ્રમહિષીઓ જાણવી. આ જંબૂવૃક્ષે પૃથ્વીકાય રૂપ છે. ૧૪૩ કેસદસએહિં જબૂ, ચઉદિસિં પુત્રસાલસમભવણ; વિદિસાસુ સેસતિસમા, ચઉવાવિજ્યા ય પાસાયા.૧૪૪ પુષ્યસાલ સમ-પૂર્વ દિશાની | ચવિવિ-ચાર વા
| જુઆયુકત, સહિત સેસતિસમા-બાકીના ત્રણ સમાન
અર્થ:-જંબૂવૃક્ષની ચારે દિશામાં બસે ગાઉ છેટે પૂર્વ દિશાની મુખ્ય શાખા ઉપર આવેલ ભવન સમાન ચાર ભવનો છે. અને ચાર વિદિશામાં બાકીની ત્રણ દિશાની શાખાઓના ભવન સમાન ચાર વા સહિત પ્રાસાદે છે.'૧૪૪
વિવેચન –જંબૂવૃક્ષથી પૂર્વાદિ ચારે દિશામાં બસે કેશ એટલે પચાસ પેજન દૂર જઈએ ત્યારે તે ઠેકાણે પૂર્વ દિશાની મુખ્ય શાખા પર રહેલા ભવનની જેવા ચાર ભવને છે, અને ઈશાનાદિ ચારે વિદિશામાં તેટલે જ દૂર એટલે પચાસ જન છેટે બાકીની ત્રણ દિશાની ત્રણ મુખ્ય શાખાઓ ઉપર રહેલા ભવનની જેવા અને ચાર ચાર વાએ કરીને યુક્ત એવા પ્રાસાદે છે. એક એક વિદિશામાં એક એક પ્રાસાદ હોવાથી ચાર પ્રાસાદો છે. તે બેસવા માટેના સિંહાસને સહિત છે. દરેક પ્રાસાદને ફરતી ચાર ચાર વાવે છે. તે વાવે એક કોશ લાંબી, અર્ધ કેશ પહેલી અને કોશના આઠમા ભાગ જેટલી (અઢીસે ધનુષ) ઉંડી છે. ૧૪૪