________________
૧૮૦
અર્થ:–મેરૂ પર્વતની પશ્ચિમ દિશાએ સમભૂતલા પૃથ્વીથી બેંતાળીશ હજાર જન જઈએ ત્યારે નીચે દશ સે જનને અંતે એટલે એક હજાર જન ઉંડા જઈએ તે ઠેકાણે અધોગ્રામ આવે છે. ૧૬૭
વિવેચન –મેરૂ પર્વતથી પશ્ચિમ તરફ સમભૂતલાથી અનુક્રમે માત્રાએ માત્રાએ ભૂમિ નીચી નીચી થતી જાય છે, તે તરફ ૪૨૦૦૦ જન જઈએ ત્યારે ત્યાં સમભૂતલાની અપેક્ષાઓ ૧૦૦૦ એજન નીચાણ થાય છે. તે ઠેકાણે જે ગામો છે તે અધોગ્રામ કહેવાય છે. (જબૂદ્વીપના લાખ જનમાંથી મેરૂના દશ હજાર જન બાદ કરતાં ૯૦૦૦૦ રહે તેના અર્ધ એટલે ૪૫૦૦૦ જન મેરૂની પૂર્વ અને પશ્ચિમે છે. તેમાંથી વનમુખના ૨૯૨૨ જન બાદ કરતાં ૪૨૦૭૮
જન રહે છે. તે સ્થાને એક હજાર જન ઊંડાઈ સમજવી.) સમભૂતલથી ઉંચે અને નીચે નવ સે નવ સો જન સુધી તિર્યગ લેક છે. સમભૂતલાથી નવ સે જનની ઉપરને ભાગ તે ઉદ્ઘલેક અને નવ સે એજનથી નીચેને ભાગ તે અલેક કહેવાય છે, તેથી એક હજાર જન નીચે જઈએ ત્યારે જે ગામે આવે તે અધોગ્રામ કહેવાય છે. ૧૬૭
હવે જંબુદ્વીપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી તીર્થંકરાદિકની ઉપત્તિ કહે છે – ચઉ ચઉતીરં ચ જિણા, જહણમુક્કોએ
હુતિ કમા; હચિકિબલા ચઉરે, તીનું પત્તેઅમિત દીવે. ૧૬૮