________________
૨૦૦
અર્થ:–મનુષ્ય ક્ષેત્રની અંદર આ ચંદ્ર સૂર્યાદિક સમશ્રેણિએ ગતિ કરનારા છે. તથા શીવ્ર શીઘતર ગતિવાળા છે. તેઓ ક્ષેત્રના અનુસાર મનુષ્યના દષ્ટિપથમાં આવે છે. ૧૨
વિવેચન --તે ચંદ્ર સૂર્યાદિક જ્યાં સુધી મનુષ્ય ક્ષેત્ર છે ત્યાં સુધી એટલે અઢીદ્વીપ અને બે સમુદ્રમાં સમણિએ સીધી લાઈનમાં ગતિ કરનારા છે અને અનુક્રમે શીધ્ર અને અતિશીવ્ર ગતિવાળા છે, એટલે ચંદ્રથકી સૂર્ય વધારે શીવ્ર ગતિવાળા છે, સૂર્યથી ગ્રહે વધારે શીવ્ર ગતિવાળા છે, ગ્રહ થકી નક્ષત્રે વધારે શીવ્ર ગતિવાળા છે અને નક્ષત્રથી વધારે શીવ્ર ગતિ કરનારા તારાઓ છે. (જંબુદ્વીપના ચદ્રસૂર્યાદિથી લવણસમુદ્રના ચંદ્ર સૂર્યાદિક વધારે ગતિવાળા છે, તેનાથી ધાતકીખંડના, તેનાથી કાલોદધિના અને તેનાથી પુષ્કરાના ચંદ્ર સૂર્યાદિ વધારે શીવ્ર ગતિવાળા છે, કારણ કે તેમને ફરવાનું ક્ષેત્ર વધતું વધતું છે અને કાળ સમાન છે.) તથા તે ચંદ્ર સૂર્યાદિક ક્ષેત્રના અનુસારથી મનુષ્યના દષ્ટિ. માર્ગને આ પ્રમાણે (આગળ કહેવાશે તે પ્રમાણે) પામે છે એટલે આટલા દૂર ક્ષેત્રમાં રહેલા ચંદ્ર સૂર્યાદિકને મનુષ્ય જોઈ શકે છે, તે પ્રમાણે નીચેની ગાથામાં બતાવે છે. ૧૮૨