________________
૧ર૦
વિઝંભથી હજાર યોજન છે જાણવે. કેમકે સોમનસ વન દરેક દિશાએ પાંચસો પાંચસો જન પહેલું હોવાથી બને દિશાનું મળીને એક હજાર યોજન થાય છે. તે ૪ર૭૨૪ એજનમાંથી બાદ કરતાં વન સિવાયના મેરૂને વિસ્તાર ૩૨૭ર જનને થાય છે. (તેની પરિધિ ૧૩૪૯ જન અને અગ્યારિયા ૨ ભાગ થાય છે.)
આ વિષ્ફભ જાણવાની રીત આ પ્રમાણે -જે ઠેકાણે સમભૂતલાથી મેરૂનું જેટલું ઉંચપણું હોય તેને અગ્યારે ભાગ દે. ભાગમાં જે આવે તેને સમભૂતલા આગળ મેરૂને જે વિસ્તાર છે તેમાંથી બાદ કરવા, જે બાકી રહે તેટલે તે ઈચ્છેલા સ્થાને વિશ્કેભ જાણ. જેમકે સમભૂતલાથી ૬૩૦૦૦ એજન ઉંચે જઈએ ત્યારે સૌમનસવન આવે છે, તેને વિષ્ક જાણ છે માટે ૬૩૦૦૦ ને અગ્યારે ભાગવાથી ભાગમાં પ૭૨૭ જન આવે છે. તેને સમભૂતળાના ૧૦૦૦૦ એજન પ્રમાણ વિષ્કભમાંથી બાદ કરીએ. એટલે કર૭૨ બાકી રહ્યા. આટલે સૌમનસ વન પાસે મેરૂને વિધ્વંભ આવે છે. આ પ્રમાણે નંદનવન વિગેરે સર્વ ઠેકાણે ભાવના કરવી. પરિધિ જાણવાની રીત આગળ કહેશે. ૧૨૧
નંદનવનનું સ્વરૂપ કહે છે – તત્તે સદુસદ્દી-સહસેહિ ગુંદણું પિ તહ ચેવ; વરિ ભવપાસાયંતર, દિસિ કમરિડા વિ. ૧રર