________________
૧૪૩
અર્થ –તે ભદ્રશાલ વનથી પાંચસે જન નીચે પૃથ્વીતળને વિષે તેજ પ્રકારે ભદ્રશાલ વન આવેલું છે. પરંતુ અહીં દિગ્ગજ કૂટે આવેલા છે એટલી વિશેષતા છે. તેમજ વનને વિસ્તાર તે આ પ્રમાણે (આગલી ગાથામાં કહે છે તે પ્રમાણે) જાણો. ૧૨૪
વિવેચન –તે નંદનવનથી પાંચ સે યોજના નીચે જઈએ ત્યારે પૃથ્વીતળ આવે છે. તે પૃથ્વીતળને વિષે મેરૂ પર્વતને ફરતું તેજ પ્રકારે એટલે નંદનવનની જેમ ભદ્રશાલ નામે વન આવેલું છે. વિશેષ એ છે કે–અહીં એટલે આ ભદ્રશાલ વનમાં દિગ્ગજ આવેલા છે. બીજું નામ કરિ. કુટ જાણવું. કારણ કે આ કૂટ હાથીના જેવા આકારવાળા છે. વળી વનને વિસ્તાર આ પ્રમાણે હવે પછીની ગાથામાં કહ્યા પ્રમાણે છે. અહીં ભદ્રશાલ વનમાં મેરૂની ચારે દિશાઓ શીદ અને શીતા એ બે નદીઓના પ્રવાહે રૂંધી છે તેથી ચાર દિશામાં ચાર જિનભવને નથી, પરંતુ નદીના કિનારાની પાસે જિનભવને છે, અને ચાર પ્રાસાદો ગજદૂત. ગિરિની પાસે છે, તથા તે ભવને અને પ્રાસાદના આઠ આંતરીને વિષે આઠ કરિકૂટ છે. અહીં પણ ચાર વિદિશાએમાં ચાર ચાર વાવે છે, તેનાં નામ આ પ્રમાણે-ઈશાન ખૂણામાં–પદ્મા ૧, પદ્માભા ૨, કુમુદા ૩ અને કુમુદાભા ૪