________________
૧૩૮
૪. મૈત્રત ખૂણાના પ્રાસાદની ફરતી વિશાલા ૧, માઘભદ્રા ૨, અભયસેના ૩ અને રવિણ ૪. વાયવ્ય ખૂણના પ્રાસાદની ફરતી ભદ્રોત્તરા ૧, ભદ્રા ૨, સુભદ્રા ૩ અને ભદ્રાવતી ૪. આ નામની કુલ ૧૬ વાવે છે. ૧૨૦
આ સૌમનસ વન આગળ મેરૂનું જાડાપણું કહે છે:– તબહિરિ વિખંભે, બાયોલસયાજી હુસયરિ જુઆઈ;
અહેગારસભાગા, મઝે તે ચેવ સહસૂર્ણ ૧૨૧ તે બાહિરિ--તેનો બહારને ઈગારસભાગા-ગિઆરીઆ બાયોલ–બેંતાલીસ
ભાગ દુસરી–બ તેર
મઝે–મધ્યમાં. અંદર જુઆઈ-સહિત
સહસૂર્ણ—હજાર યોજન છે અર્થ:–તેને બાહેરને વિષ્કભ બેંતાલીસ સે ને બહોતેર જન તથા અગિઆરીઆ આઠ ભાગ પ્રમાણ છે. અને અંદરની બાજુ તેનાથી હજાર જન ઓછું છે. ૧૨૧
વિવેચનઃ–તે સૌમનસ વનની બહારની બાજુ એટલે પૂર્વથી પશ્ચિમ અથવા દક્ષિણથી ઉત્તર સુધીને મેરૂને વિકૅભ એટલે પહોળાઈ (જાડપણું) બેંતાલીસ બહોતેર જન સહિત અગ્યારીયા આઠ ભાગ (૪૨૭૨ યોજન અને ૮ કળા) છે. (તેની પરિધિ ૧૩૫૧૧ જન અને અગ્યારિયા ૬ ભાગ થાય છે) તથા તે સૌમનસ વનની મળે એટલે અંદરની બાજુ પૂર્વથી પશ્ચિમ સુધી અથવા ઉત્તરથી દક્ષિણ સુધી મેરૂને વિસ્તાર બહારના