________________
૧૩૬
વિવેચન:- તે પાંડુકવનમાં દક્ષિણ દિશાએ અને ઉત્તર દિશાએ રહેલી તે એ શિલાએ ‘અતિ” શબ્દ પૂર્વ ક નામવાળો છે. એટલે કે દક્ષિણ દિશાએ અતિપાંડુક'બલા નામની અને ઉત્તર દિશાએ અતિરક્તક ખલા નામની તે શિલાઓ છે. તે અને શિલા ઉપર, ઉપર જણાવેલા પ્રમાવાળું એક એક સિહાસન છે. તે ચારે શિલા ઉપર પેાતપેાતાના સિંહાસનની તરફ રહેલી દિશામાં જન્મેલા જિનેશ્વરા મજ્જન એટલે જન્માભિષેકના (સ્નાત્ર ) મહાત્સવ થાય છે. પૂર્વ અને પશ્ચિમ દિશાની જે એ શિલા છે તે દક્ષિણ ઉત્તર લાંખી છે અને પૂર્વ પશ્ચિમ પહેાળી છે, તથા દક્ષિણ અને ઉત્તર દિશામાં જે એ શિલા છે તે પૂર્વ પશ્ચિમ લાંખી છે અને દક્ષિણ ઉત્તર પહેાળી છે. વળી તે શિલાઓ અર્ધ ચંદ્રાકારે હાવાથી તેની વક્રતા અંદરની દિશામાં છે કે મહારની દિશામાં છે? એ માખત વિકલ્પ છે. તથા પાંડુક ખલા અને રક્તકખલા એ એ શિલા ઉપર અમે સિહાસન હાવાથી ચાર સિહાસન છે. તેનુ કારણ એ કે-પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહમાં એકીવખતે અમે તીર્થંકરોના જન્મ થાય તે વખતે એકી સાથે ચારે તીર્થંકરાને જન્માભિષેક થઈ શકે છે, અને અતિપાંડુક’ખલા તથા અતિરક્તકખલા એ એ શિલા ઉપર એક એક સિહાસન છે તેથી ભરત અને અરવત ક્ષેત્રમાં એકી વખતે એકેક તીર્થંકરના જન્મ થાય ત્યારે તે બન્નેને સ્નાત્રમહાત્સવ પણ એકી સાથે થઈ શકે છે; તેથી સ મળીને છ સિંહાસના છે. ૧૧૯