________________
૧૩૪
એટલે અઢીસો જન પહેળી અને ચાર જન ઉંચી તથા અર્ધ ચંદ્રના આકારવાળી અને વેદિકા સહિત ચાર વેત સુવર્ણની શિલાઓ છે. ૧૧૭
તે શિલાઓ ઉપર રહેલાં સિંહાસનું પ્રમાણ કહે છે:-- સિલમાણસહસ્સ-સમાણસીહાસણેહિ દેહિ જુઓ સિલ પંડુકંબલા ૨-તર્કબલા પુવપછિમઓ. ૧૧૮ સિલમાણ-શિલાના પ્રમાણથી જુઆ-સહિત અસહસ્સ-આઠ હજાર પંડકંબલા-પાંડુકંબલા અંસમાણ-ભાગ પ્રમાણ રત્તબલા-રક્ત કંબલા સિંહાસણે હિં-સિંહાસને વડે | પુરવપચ્છિમ-પૂર્વ અને હિં-બે
પશ્ચિમમાં અર્થ:–શિલાનું જે પ્રમાણ કહ્યું તેના આઠ હજારમા ભાગના પ્રમાણવાળા બે સિંહાસને વડે યુક્ત પૂર્વ અને પશ્ચિમ દિશાને વિષે અનુક્રમે પાંડુકંબલા અને રક્તકંબલા નામની શિલા છે. ૧૧૮
વિવેચન --પાંડુકવનમાં પૂર્વ દિશામાં પાંડુકંબલા નામની શિલા છે અને પશ્ચિમ દિશામાં રક્તકંબલા નામની શિલા છે. તે બન્ને શિલા ઉપર બે બે સિંહાસન છે. કારણ કે આ બે સિંહાસન ઉપર મહાવિદેહમાં જન્મેલા તીર્થ કરેને અભિષેક થાય છે અને ત્યાં બે તીર્થકરે એક એક દિશામાં એક સાથે ઉપજે છે. તે સિંહાસનનું પ્રમાણ શિલાના પ્રમાણના આઠ હજારમા ભાગ જેટલું છે. તે આ