________________
૧૨૭
અર્થ:–મેરૂને કંદ પૃથ્વી, પાષાણ, વજી અને કાંકરાય છે. ત્યાંથી ઉપર સેમિનસ વન સુધી સ્ફટિક, રત્ન, અંકરત્ન, રૂપું અને સુવર્ણમય છે. બાકીને રક્ત સુવર્ણમય છે. ૧૧૨
વિવેચન –પૃથ્વી એટલે માટી, ઉપલ એટલે પાષાણ વજ એટલે હીરા અને શર્કર એટલે કાંકરા આ ચાર વસ્તુ મય મેરૂ પર્વતનો કંદ છે. મેરૂ પર્વત પૃથ્વીમાં એક હજાર જિન પ્રમાણ ઉડે છે. તે મેરૂને કંદ કહેવાય છે તે કંદ
આ ચાર વસ્તુમય છે. એ મેરૂનો પહેલે કાંડ સમજ. ૧ પછી ભૂમિથી ઉપર સેમિનસ નામનું વન આવે ત્યાં સુધી
સ્ફટિકરત્ન, એકરત્ન, રૂપું અને કંચન એટલે સુવર્ણ એ ચારમય ત્રેસઠ હજાર જનનો આ બીજો કાંડ છે. ૨ તથા બાકીનો મેરૂ પર્વત એટલે સોમનસ વનથી શિખર સુધી રક્ત સુવર્ણમય છે. આ છત્રીસ હજાર જનો ત્રીજો કાંડ છે. આ પ્રમાણે એક હજાર જનનો પ્રથમ કાંડ, ત્રેસઠ હજાર જનનો બીજો કાંડ અને છત્રીસ હજાર જનની ત્રીજો કાંડ મળીને લાખ જન પૂર્ણ થાય છે. (અહીં એટલું વિશેષ જાણવાનું છે કે–પહેલ કાંડ હજાર જનો છે તેમાં પ્રથમથી અઢીસે અઢીસે જન માટી, પાષાણ, હીરા અને કાંકરામય છે. એ જ રીતે ત્રેસઠ હજારના બીજા કાંડમાં પણ પંદર હજાર સાતસે ને પચાસ એજન સ્ફટિકરત્નમય ૧૫૭૫૬ અંકરન્નમય, ૧૫૭૫૯ રૂપામય અને ૧૫૭૫૯ સુવર્ણમય છે તથા ત્રીજે કાંડ એકલા ક્તસુવર્ણમય છે. આ બાબતમાં બીજે એમ પણ જણાવ્યું છે કે