________________
૧૨
આયુષ્ય, સુખ વગેરે ભાવ કેમે કમે વૃદ્ધિ પામે છે. ત્યારે તેનાથી ઉલટા સ્વરૂપવાળી અવસર્પિણમાં તે બળ બુદ્ધિ. વગેરે ધીમે ધીમે ઘટતા જાય છે. આ બંને મળીને એક કાલચક્ર કહેવાય છે. તેમાં ૨૦ કડાકોડી સાગરોપમનો કાલ થાય છે. ૧૦૭
- હવે ચાર યુમ ક્ષેત્રને વિષે અનુક્રમે ચાર આરાનું સમાનપણું કહે છે – કરદુમિ હરિરસ્મયદુગિ, હેમવરણવઈદુગિ વિદેહે, કમસે સયાવસપિણિ, અરયચક્કાઇસમકાલ. ૧૦૮ કુરદુગિ-દેવકુફ અને ઉત્તર માં | અરય ચઉક-ચાર આરાના કમસે-અનુક્રમે
આઈસમ કાલે-પ્રારંભ જેવો કાળ અર્થ:–દેવકુફ અને ઉત્તરકુરૂના યુગલમાં, હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રના યુગલમાં, હેમવંત અને ઐવિત ક્ષેત્રના યુગલમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં અનુક્રમે અવસર્પિણીના ચાર આરાના આદિ કાલ જે કાલ સદા કાલ હોય છે. ૧૦૮
વિવેચન – બે કુરુક્ષેત્રમાં એટલે દેવકુરૂ અને ઉત્તરકુરુમાં, હરિવર્ષ અને રમ્યક એ બે ક્ષેત્રમાં, હૈમવત અને અરણ્યવત એ બે ક્ષેત્રમાં તથા વિદેહમાં એટલે પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ એ બે ક્ષેત્રમાં અનુક્રમે સદાકાળ અવસર્પિણના ચાર આરાના પ્રારંભના જે કાળ વર્તે છે. એટલે દેવકુરૂ અને ઉત્તરકુરૂ ક્ષેત્રમાં સુષમસુષમાં નામના પહેલા આરાના પ્રારંભ કાળ જે કાળ સદા વર્તે