________________
૧૬
અર્થ – હાથી વગેરેનું મનુષ્યના આયુષ્ય જેટલું, ઘેડા વગેરેનું મનુષ્યના આયુષ્યને ચોથા ભાગ જેટલું, બકરા વગેરેનું આઠમા ભાગ જેટલું; બળદ, પાડા, ઉંટ, ગધેડા વગેરેનું પાંચમા ભાગ જેટલું અને કુતરા વગેરેનું દશમા ભાગ જેટલું આયુષ્ય હોય છે. એ પ્રમાણે પ્રાયે તિર્યંચોનું સર્વ આરાઓમાં સરખાપણું જાણવું. ત્રીજે આરે કાંઈક બાકી રહે ત્યારે કુલકરની, તીર્થકરની અને ધર્માદિની ઉત્પત્તિ થાય છે. ૯૮–૯૯
વિવેચનઃ –હાથી, સિંહ, અષ્ટાપદ વગેરેનું આયુષ્ય મનુષ્યના આયુષ્ય જેટલું હોય છે. ઘેડા, ખચ્ચર વિગેરેનું આયુષ્ય મનુષ્યના આયુષ્યના ચેથા ભાગ જેટલું હોય છે. બકરા, ઘેટા વિગેરેનું આયુષ્ય મનુષ્યના આયુષ્યના આઠમા ભાગ જેટલું હોય છે. બળદ, પાડા, ઉંટ, ગધેડા વિગેરેનું આયુષ્ય મનુષ્યના આયુષ્યના પાંચમા ભાગ જેટલું હોય છે. કુતરા, વરૂ, ચિત્તા વિગેરે મનુષ્યના આયુષ્યના દશમા ભાગના આયુષ્યવાળા હોય છે. ઈત્યાદિ તિર્યંચનું પણ આયુષ્ય પ્રાયે કરીને સર્વ એટલે છએ આરાને વિષે સમાન એટલે મનુષ્યના આયુષ્યથી ઉપર જણાવેલા અંશ પ્રમાણ હોય છે. જે જે આરામાં મનુષ્યનું જેટલું આયુષ્ય કહ્યું છે તેની અપેક્ષાએ તે તે આરામાં તેટલામે ભાગે તે તે તિર્યંચોનું આયુષ્ય જાણવું. તથા ત્રીજા આરે કાંઈક શેષ રહે ત્યારે કુલકરની, નીતિની, તીર્થકરની અને ધર્મ, અગ્નિ વિગેરેની ઉત્પત્તિ થાય છે. ૯૮–૯૯