________________
(૭૦
વિવેચનઃઆ પાંચ ક્ષેત્રની નદીઓ પાતપાતાની જીભી વડે પ્રપાત કુંડમાં પડે છે અને તે કુંડના બહારના દ્વારથી ક્ષેત્રમાં વહેતી વહેતી તે ક્ષેત્રના મધ્યમાં આવેલા ગાળ પર્વત નજીક આવે છે. તે વખતે પાતપાતાની જીભીના વિસ્તારના પચીસમા ભાગ પ્રમાણ મધ્યગિરિ એટલે વૃત્ત વૈતાઢય તથા મેરૂ પર્વત છેટે રહે ત્યારે સંક્ષિણ તરફના મુખવાળી અથવા દક્ષિણ દિશા તરફ વહેતી નદી પૂર્વ દિશા તરફ વળીને વહેતી વહેતી લવણ સમુદ્રમાં જાય છે અને ઉત્તર દિશા તરફ વહેતી નદી પશ્ચિમ દિશા તરફ વળીને વહેતી વહેતી પશ્ચિમ તરફ લવણુ સમુદ્રને મળે છે. જેમકે હિમવત ક્ષેત્રની રાહિતા નદો હિમવત પર્વત ઉપરથી વહેતી પાતાના પ્રપાત કુંડમાં પડે, ત્યાંથી બહારના દ્વારથી નીકળીને ઉત્તર તરફ વહેતી વહેતી ગાળ વૈતાઢય નજીક આવે છે. રાહિતા નદીની જીભીના વિસ્તાર સાડા બાર ચેાજનના છે તેને પચીસે ભાગવાથી ના યાજન અથવા એ ગાઉ આવે. માટે વૃત્ત વૈતાઢય બે ગાઉ છેટા રહે તે વખતે રાહિતા ની પશ્ચિમ દિશા તરફ વળીને વહેતી વહેતી લવણ સમુદ્રને મળે છે, એ પ્રમાણે બીજી નદીએ ક્ષેત્રની મધ્યમાં આવેલ ગાળ પર્યંત કેટલા છેટે રહે ત્યારે મુખનો ક્રિશા મલે છે તે નીચેના યન્ત્રથી જાણવું. પહે