________________
નીકળે છે, ગંગા અને સિંધુ ભારત ક્ષેત્રમાં દક્ષિણ તરફ અને રકતા અને રક્તવતી અરવત ક્ષેત્રમાં ઉતર તરફ આગળ વધે છે. તેમને રરતામાં વૈતાઢય પર્વત સુધીમાં સાત હજાર નદીઓ મળે છે. એમ સાત હજાર નદીઓના પરિવારવાળી થઈને તે વૈતાઢય પર્વતને પણ ભેદે છે. ત્યાર પછી બાહ્યક્ષેત્રના એટલે ભારત અને અરવત ક્ષેત્રના અર્ધના મધ્યભાગથી પૂર્વ અને પશ્ચિમ દિશાની સન્મુખ વળે છે એટલે કે ભરતક્ષેત્રમાં ગંગા નદી પૂર્વ દિશાએ સમુદ્ર તરફ જાય છે અને સિંધુ નદી પશ્ચિમ દિશાએ સમુદ્ર તરફ જાય છે. તથા ઐરવત ક્ષેત્રમાં રકતા નદી પૂર્વ દિશાએ અને રકતવતી પશ્ચિમ દિશાએ સમુદ્ર તરફ જાય છે. આ નદીઓ વેતાઢય પર્વતને ભેદીને બહાર નીકળ્યા પછી પણ બીજી સાત હજાર નદીઓ તેમને મળે છે. સર્વ મળી ચૌદ હજાર નદીઓના પરિવારવાળી તે ચાર નદીએ જગતના તળને ભેદીને લવણ સમુદ્રમાં જાય છે. સમુદ્રને મળે છે. પપ-૫૬
તે નદીઓને વિસ્તા તથા ઉંડાઈ કહે છે – ધુરિ કુંડદુવારસમા, પજજતે દસગુણા ય પિહુલત્તે: સશ્વત્થ મહઈઓ, વિત્થરણાસભામુંડા ૫૭ ધુરિ–પ્રારંભમાં, શરૂઆતમાં | સબૂત્ય-સર્વત્ર, સર્વ સ્થળે પજતે-પર્યતે, અંતે મહઈઓ-બેટી નદીઓ
અર્થ–મહા નદીએ શરૂઆતમાં કુંડના દ્વાર જેટલી પહોળી અને અંતે દશ ગુણ પહોળી હોય છે. તથા સઘળે સ્થળે વિસ્તારના પચાસમા ભાગ જેટલી ઉંડી હોય છે. પ૭