________________
૧૮
કાવ્યાનુશાસન
શાસ્ત્રીય જણાત. પણ સાદગ્ધતરસંબંધમૂલક પ્રયોગો જેવા કે, ‘આયુષ્કૃતમ્ / વાયુવેમ્' વગેરેને પણ તેમણે “ગૌણ” | ગૌણીમાં અલગ ગણાવ્યા તેમાં સાહસમાત્ર જ છે. “ભેદ અને અભેદથી” અને “કેવળ અભેદથી” એ મુદ્દાને જ ગૌણ | લક્ષ્ય અર્થ, તથા ગૌણી | લક્ષાવૃત્તિ વચ્ચેનો વ્યાવર્તક ધર્મ તેમણે માન્યો.* વાસ્તવમાં મમ્મટમાં સદશ્યમૂલક અને સાદગ્યેતરમૂલક સંબંધને પાયાનો ગણી ગૌણી લક્ષણો અને લક્ષણલક્ષણા તેવા ભેદ ઉપસાવાયા છે તથા બન્નેમાં ભેદ | અભેદમૂલક ઉદાહરણો સમાવાયાં છે એ વ્યવસ્થા વધુ શાસ્ત્રીય અને તેથી વધુ પ્રતીતિકર જણાય છે. આચાર્ય પોતે જ જણાવે છે કે ભેદ | અભેદ બન્ને દ્વારા તે થયો ગૌણ અને કેવળ તત્ત્વથી એટલે કે અભેદથી તે થયો લક્ષ્ય અર્થ. આ સિવાય તો લક્ષ્યાર્થનું બાકીનું બધું ગૌણાર્થ જેવું જ છે ! – “શેણં તું શૌપત્તક્ષામનુવર્તત અવ' | આચાર્ય કહે છે કે, “
Tયાં પોષ:” અને “કુન્તઃ પ્રવિત્તિ' વગેરે ઉદાહરણોમાં ગંગા નેસનું અધિકરણ કહેતાં સ્થાન બને તે વાત, અને કુત્તે કહેતાં ભાલાઓ પ્રવેશવાની ક્રિયા કરે એ વાત અસંભવિત હોવાથી મુખાર્થનો બાધ થાય છે. સામીપ્ય અને સાહચર્યને અહીં આચાર્ય નિમિત્તરૂપ ગણાવે છે. “
Tયાંને સ્થાને “પતિ’ અને ‘કુન્તા'ને સ્થાને “ઋત્વન્તઃ' એવા પ્રયોગ કરવાથી જે અભિપ્રેત પ્રયોજનરૂપ અર્થ, અનુક્રમે નેસનું શૈત્ય અને પાવનત્વ, અને ભાલાધારીઓનું રૌદ્રત્વ સમજાત નહિ માટે “ યા’ અને ‘સુન્તા:' એવા પ્રયોગો થયા છે એવું હેમચન્દ્ર સમજાવે છે. પણ આપણે નોંધ્યું તેમ પ્રાચીનો–મમ્મટાદિ–ની લક્ષણાવ્યવસ્થા વધુ શાસ્ત્રીય છે અને આથી જ અનુગામી આલંકારિકોએ ગૌણ શબ્દ, ગૌણાર્થ અને ગૌણીવૃત્તિનો સ્વતંત્ર વિગત તરીકે સ્વીકાર કર્યો નથી. આનંદવર્ધનમાં “શીખી’ વૃત્તિનો સ્પષ્ટ સ્વતંત્ર નિર્દેશ નથી છતાં ગૌણવ્યાપાર અર્થાત્ –મુખ્ય વ્યાપારના નિર્દેશો પર્યાપ્ત છે. ત્યાં ગૌણ વ્યાપાર અને લક્ષણા બન્ને એકરૂપ જણાય છે. “ગૌણી'નો લક્ષણાના પ્રકાર તરીકેનો અંતર્ભાવ મમ્મટમાં જોવા મળે છે પણ કદાચ આનંદવર્ધનને પણ એ અભિપ્રેત હોઈ શકે, કેમ કે, આનંદવર્ધન ધ્વન્યાલોક ૩/૩૩ના આલોકમાં વ્યંજનાને અભિધા તથા લક્ષણાથી પૃથભૂત સિદ્ધ કરે છે પણ ગૌણીથી વ્યંજનાનું પાર્થક્ય તેઓ ચર્ચતા નથી. આમ “ગૌણી” સ્વતંત્રવૃત્તિ તરીકે તેમને પણ અભિપ્રેત નહિ હોય એવું આપણે વિચારી શકીએ. જે હો તે, આચાર્ય હેમચન્દ્રની ગૌણી અંગેની ચર્ચા સંતોષકારક નથી તે ચોખ્ખી વાત છે.
એક મહત્ત્વની વાત આચાર્ય એ કરે છે કે રૂઢિમૂલા લક્ષણા,–કુશલ, દ્વિરેફ, વગેરે ઉદાહરણોમાં રહેલી–નો સ્વતંત્ર પેટાભેદ તરીકે સ્વીકાર કરવાની જરૂર નથી કેમ કે, તે તો “અભિધામાં જ અંતર્ભાવિત કરી શકાય. અનુગામી વિશ્વનાથે પણ મમ્મટના “કુશલ” ઉદાહરણની સમીક્ષા કરી તેનો અસ્વીકાર કર્યો હતો અને તેને અભિધામાં અંતર્ભાવિત કર્યું હતું જો
| ‘ યિાં પોષઃ' એ લક્ષણામાં, અને એવાં બીજાં લક્ષણાનાં ઉદાહરણમાં, “' પ્રવાહ અને “ગડુગાતટ'
વચ્ચે અભેદ છે. જ્યારે “ગૌણી'માં ભેદ અને અભેદ બને શક્ય છે એમ તાત્પર્ય થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org