________________
ભૂમિકા
દર્શાવવા અર્થાત્ તેવો | બળદ જેવો છે, એ રીતે નિર્ણય | અધ્યવસાય તારવવા આ આરોપ થાય છે. તે અતથાભૂત અર્થ તથાભૂત રૂપે ઉપરના સંદર્ભમાં અધ્યવસિત કહેતાં નિશ્ચિત કરાય તે થયો “ગૌણ” અર્થ. અહીં આ અર્થ વાહીક-આરોપનો વિષય-ના ગુણધર્મોથી આવી પડેલો છે માટે તેને “ગૌણ” કહ્યો છે. તેવો “ગૌણ” અર્થ આપનાર શબ્દ પણ “ગૌણ” કહેવાય તેવું આચાર્ય સમજાવે છે. ગૌણનો અર્થ ઉપચરિત–metaphoricalન્સમજવાનો છે.
અહીં સાદેશ્યરૂપે નિમિત્ત કહેતાં તદ્યોગથી “ભેટ” દ્વારા આરોપિતનું ઉદાહરણ તે વહી:; જે રૂપક અલંકારનું બીજ છે એમ આચાર્ય નોંધે છે. આ ઉદાહરણ પોતે રૂપકાલંકાર નથી કેમ કે, કોઈપણ ઉદાહરણને “અલંકાર''નું નામ તો ત્યારે જ મળે જ્યારે તે 'હૃદ્ય' કહેતાં રમણીય હોય. તેથી આ ઉદાહરણ “રૂપક” છે, પણ રૂપકાલંકાર નથી. ઉપમા અલંકાર(સૂત્ર ૬-૧)ને સમજાવતાં આચાર્ય આ વાત નોંધે છે કે “ઘ' એટલે, “સદયના હૃદયને આહ્લાદ આપે તેવું.” આ “હૃદ્ય” વિશેષણ કેવળ ઉપમાની બાબતમાં નહિ, પણ દરેક અલંકારને લાગુ પાડવાનું છે ‘દ્ય પ્રદi = પ્રત્યનારમુપતિકતે ' જગન્નાથે અહીંથી પણ પ્રેરણા મેળવી હોય તે શક્ય છે, જયારે તેમણે કાવ્યના લક્ષણમાં “રમણીય” વિશેષણ જોડ્યું !
અભેદનું ઉદાહરણ “રેવાયમ્' છે, જેમાં વિષયનો નિર્દેશ નથી હોતો, અર્થાત તેનું વિષયી દ્વારા સંપૂર્ણ “નિગરણ” કહેતાં “અધ્યવસાન થાય છે. આવા પ્રયોગને આચાર્ય “અતિશયોક્તિ” (પ્રથમ પ્રકાર) અલંકારનું બીજ માને છે, જેમાં વિષયનું પૂર્ણ નિગરણ અભિપ્રેત છે.
ર્વાદ'માં કઈ રીતે ગૌણી સાકાર થાય છે તેના ત્રણ મતો હેમચન્દ્ર મમ્મટને અનુસરીને આપે છે.
“સાદેશ્ય” સિવાયના અન્ય સંબંધો જેવા કે, કાર્યકારણભાવ, તાદર્થ્ય, સ્વસ્વામિભાવ, અવયવાવયવિભાવ, માનમેયભાવ, સંયોગ, તાત્કમ્ય વગેરે સંબંધોથી પણ ભેદ | અભેદ દ્વારા કેવી રીતે ગૌણાર્થે આવે છે તેનાં ઉદાહરણો આચાર્ય આપે છે.
સૂત્ર ૧-૧૮માં લક્ષ્યાર્થ(લક્ષક શબ્દ, અને લક્ષણા)ની ચર્ચા હેમચન્દ્ર કરે છે. તેઓ જણાવે છે કે, મુખ્યાર્થ સાથે સંબદ્ધ, તત્ત્વથી કહેતાં અભેદથી લક્ષિત થતો અર્થ એ થયો લક્ષ્યાર્થ. અભિપ્રેત છે કે આવો અર્થ આપનાર શબ્દ તે “લક્ષક” અને આવો અર્થ પ્રતીતિ કરાવનાર શબ્દવૃત્તિ તે
લક્ષણા”. “ગૌણ” અર્થ અને “લક્ષ્ય” અર્થ વચ્ચેનો એકમાત્ર તફાવત તેઓ નોંધે છે તે એ છે કે, ગૌણ પ્રયોગમાં “ભેદથી અને અભેદથી” એમ આરોપ | અધ્યવસાય જણાય છે, જ્યારે “લક્ષ્ય અર્થમાં માત્ર “તત્ત્વન” કહેતાં અધ્યવસાય / અભેદથી જ અમુખ્યાથે આવે છે. વાસ્તવમાં હેમચન્દ્ર ગૌણ | ગૌણીવૃત્તિને કેવળ સાદશ્યસંબંધ સુધી સીમિત માની હોત તો કદાચ તેમનું વિભાજન વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org