________________
ભૂમિકા
૧૫
ખેંચ્યા વગર સમયસરના પરિત્યાગનું ઉદાહરણ આનંદવર્ધનમાંથી આચાર્ય ટાંકે છે, જેમ કે “ઝુર્વ નર્વ' (હનુમન્નાટક ૫-૪) વગેરે એવું જ્યાં નથી, અર્થાત્ સમયસર અલંકાર છોડી દેવાતો નથી ત્યાં રસભંગ થાય છે, જેમ સમયસર પાટો ન બદલતી રેલગાડી અકસ્માત કરી બેસે તેમ, અને તેનું ઉદાહરણ છે “-આજ્ઞા શ૦' વગેરે (બાબરામાયણ ૧-૩૬, પૃ. ૩૯). અલંકારનો અત્યંત નિર્વાહ ન કરવાથી રસપુષ્ટિ થાય છે એનું ઉદાહરણ આનંદવર્ધન પ્રમાણે તેઓ અમરુશતક (શ્લોક ૯) #ોપાત્ કોમન્ન, વગેરે દ્વારા આપે છે. આચાર્ય તેના ટિપ્પણમાં આનંદવર્ધનના જ શબ્દો ટાંકે છે “સત્ર રૂપમાધ્યનિબૂટું -' જો કે “રસોપારી' એ શબ્દ ઉમેરે છે. આ રીતે, બધી જ પરિસ્થિતિઓનાં સુંદર ઉદાહરણો ટાંકી અલંકારોના સમુચિત વિનિયોગ અંગેની સૂત્ર ૧-૧૪ની વિગતની આચાર્ય પુષ્ટિ કરી છે.
શબ્દાર્થ સ્વરૂપ–આ રીતે દોષ, ગુણ તથા “અલંકાર”નો સામાન્ય ખ્યાલ આપ્યા પછી “અદોષ, ગુણવાળા, અલંકારવાળા પણ શબ્દાર્થો તે કાવ્ય” એ લક્ષણમાંના “શબ્દા પદમાં આવેલા “શબ્દ” અને “અર્થ”નું સ્વરૂપ સમજાવતાં હેમચન્દ્ર જણાવે છે કે, “મુખ્ય, ગૌણ, લક્ષ્ય અને વ્યંગ્ય અર્થોને ભેદે કરીને મુખ્ય, ગૌણ, લક્ષક અને વ્યંજક એવા શબ્દો (પ્રાપ્ત થાય છે). (સૂત્ર ૨/૨૧)
મુખ્યાર્થ જેનો વિષય છે. તે થયો મુખ્ય શબ્દ, ગૌણાર્થ જેનો વિષય છે તે ગૌણ શબ્દ, લક્ષ્યાર્થ . જેનો વિષય છે તે લક્ષક શબ્દ અને વ્યંગ્યાર્થ જેનો વિષય છે તે વ્યંજક શબ્દ એવું સમજાવીને સમગ્ર ચર્ચા આનંદવર્ધન | અભિનવગુપ્ત | મમ્મટ વગેરે ધ્વનિવાદી આચાર્યોને અનુસરીને હેમચન્દ્ર આપે છે. આ સઘળી શબ્દાર્થસંબંધ વિચારણા સૂત્ર ૧૫ થી ૨૨ સુધીમાં તેઓ કરે છે. સૂત્ર ૧/૨૨માં વ્યંગ્યનું સ્વરૂપ શબ્દશક્તિમૂલ તથા અર્થશક્તિમૂલ, એવી સમજ આપી સૂત્ર ૧૨૩માં નાનાર્થ શબ્દમાં સંસર્ગ વગેરેથી મુખ્યવ્યાપાર તથા મુખ્યાર્થબાધ વગેરેથી અર્થનિયંત્રણ થતાં મુખ્ય શબ્દ જયારે વસ્તુ કે અલંકારની વ્યંજના કરે અથવા અમુખ્ય શબ્દ વસ્તુની વ્યંજના કરે ત્યારે શબ્દશક્તિમૂલ વ્યંગ્ય પ્રાપ્ત થાય છે તેવું તેઓ નોંધીને સૂત્ર ૧-૨૪માં અર્થશક્તિમૂલ વ્યંગ્યની સમજૂતી આપે છે. આ સઘળું લગભગ પૂર્વપ્રાપ્ત ધ્વનિવાદી પરંપરાનુસાર છે, જો કે, ગૌણાર્થ અને ગૌણીવૃત્તિનો બિનજરૂરી સ્વીકાર આચાર્યો કર્યો છે તે કહે છે. આ સઘળી ચર્ચા પર્યાપ્ત અને સ્પષ્ટ ઉદાહરણો સાથે રસાળ શૈલીમાં હેમચન્દ્ર કરે છે.
ગૌણી | લક્ષણા :- ગૌણી (સૂત્ર ૧/૧૭) અને લક્ષણો(સૂત્ર ૧૧૮)ની ચર્ચા થોડી વધુ ધ્યાનાર્હ છે. મૂળે “ગૌણ” વૃત્તિનો મીમાંસાશાસ્ત્રમાં નિર્દેશ છે. આનંદવર્ધન તેને સ્વતંત્રવૃત્તિરૂપે વજન આપતા નથી. મમ્મટે “ગૌણી લક્ષણા” જે ગુણ ઉપર આધારિત છે, જેમાં સાદડ્યાદિ સંબંધો અભિપ્રેત છે, તેને લક્ષણાના પ્રકારરૂપે નિર્દેશી છે અને આથી “ગૌણી”વૃત્તિને સ્વતંત્ર રીતે સ્વીકારવાનો પ્રશ્ન જ કાવ્યપ્રકાશમાં ઊભો થતો નથી. હેમચન્દ્રાચાર્યે, ફક્ત એમને જ ખ્યાલમાં હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org