________________
ભૂમિકા
૧૩
એટલે કે રસોત્કર્ષક બને છે, ક્યારેક અનુપકારક પણ થતા જોવા મળે છે. રસનો કાવ્યમાં અભાવ - હોય તો તો આ શબ્દ-અર્થ-ગત અલંકાર માત્ર વાચ્ય (= અર્થ) અને વાચક(શબ્દ)ની સુંદરતામાત્રમાં પરિણમે છે.
આનંદવર્ધને પોતાના વ્યાપક એવા વ્યંજના-ધ્વનિ-રસ સિદ્ધાંતમાં બધી જ પ્રાપ્ત કાવ્યશાસ્ત્રીય પરંપરાનો આદર કરીને તેમની પુનર્યોજના કરી હતી. એ રીતે તેમણે “અલંકાર તત્ત્વને પણ, જો તે અંગી એવા રસ વિશે અનુકૂળ હોય–રસપરક હોય, અને રસનિરૂપણના કવિના ઉદ્યમની સાથે સાથે સ્વાભાવિક રીતે વણાઈને કાવ્યમાં સાકાર થતું હોય તો તેને તેમણે ગુણ વગેરેની માફક જ કાવ્યના “અંતરંગ ધર્મ' રૂપ ગણ્યું હતું. ‘તેષાં હિન્દુ રામફ્રી' આ આનંદવર્ધનના પ્રસિદ્ધ શબ્દો છે. આ જ વિચારધારાની સૂક્ષ્મતાનો પ્રતિઘોષ કરતાં કુન્તકે
નારી વ્યતા, ને પુનઃ વ્યિસ્થ મતદારો :' એવો અભિપ્રાય ઉચ્ચાર્યો હતો. અર્થાત કાવ્યની સાથે જ અલંકાર, કર્ણના કવચકુંડળની માફક, સહજ રીતે અવતરે છે. બાળક જન્મ પછી કંદોરો વગેરે પહેરાવીએ એ રીતે કાવ્યનું નિર્માણ થાય પછી, કવિ અલંકારો ચડાવતો નથી. વાસ્તવમાં કાવ્ય “અખંડબુદ્ધિસમાસ્વાદ્ય’ વિગત છે. “ઝાંઝર અલકમલકથી” આવે છે અને વહાલો તેને પગમાં પહેરાવે છે. અર્થાત્ કાવ્ય અલંકારાદિથી મઢેલું જ રૂમઝૂમ કરતું ઉપરથી અવતરિત થાય છે. ભોજ પણ આ જ વાત સ્વભાવોદિત, વક્રોક્તિ અને રસોક્તિમાં વામને ત્રિભાજિત કરતાં આપણા ધ્યાન ઉપર લાવે છે. આ સઘળી વિચારધારાઓનો મર્મ હેમચન્દ્રાચાર્યે બરાબર ગ્રહણ કર્યો છે તેથી આનંદવર્ધન પ્રમાણે તેમણે પણ અલંકાર ક્યારે “ wયુ$” બને, ક્યારે રસનિરૂપણ સાથે સ્વાભાવિક રીતે વણાઈને આવે, એની ચર્ચા /૨૪માં આવરી લીધી છે..
આચાર્યશ્રી સૂત્ર /૧૪માં જણાવે છે કે, અલંકારો ત્યારે રસોપકારક થાય છે, જયારે તેમનો વિનિયોગ રસપરક રીતે, યોગ્ય સમયે તેમનું ગ્રહણ અથવા ત્યાગ કરવામાં આવે ત્યારે, તેમનો જરૂરતથી, અર્થાત્ રસચર્વણાની જરૂરતથી વધારે ‘તિ-નિર્વાદ' ન કરવામાં આવે, અને કદાચ છે ને અતિનિર્વાહ કરાય, વધારે લાંબો ખેંચાય, તો પણ રસને વિશે અંગરૂપ જણાય એ રીતે નિરૂપાય ત્યારે અલંકારો રસોપકારક બને છે. આ રીતે થતું અલંકારનિરૂપણ રસોપકારક બને છે, રસને બાધક નહિ, અથવા તટસ્થ રૂપે પણ નહિ.
‘અંગને આશ્રિત' એવું જે કહ્યું હતું તેને વિશે વિવેકમાં હેમચન્દ્ર નોંધે છે કે (પૃ.૨૪,૩૫) એનો અર્થ એ છે કે, જે અંગી એવા રસમાં અસ્તિત્વ ધરાવે છે તે થયા ગુણો. આ જ ગુણ અને અલંકાર વચ્ચેનો ભેદ | વિવેક છે. આથી, શૌર્યાદિ જેવા તે ગુણો, અને કેયૂરાદિ જેવા તે અલંકારો એવો વિવેક કહીને (મમ્મટાચાર્યે) આ બન્ને વચ્ચે સંયોગ અને સમવાય દ્વારા ભેદ છે એમ કહ્યું છે. અર્થાત્ શૌર્ય વગેરે ધર્મો, જે આત્માના ધર્મો છે, તેના જેવા ગુણો રસ રૂપી આત્મા સાથે સમવાય સંબંધ ધરાવે છે જ્યારે કેયૂર વગેરે જેવા અલંકારો તે સંયોગ સંબંધ ધરાવે છે. આથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org