________________
૧ ર
કાવ્યાનુશાસન
વર્ણરચનાનો સંબંધ જે તે ગુણ જોડે આકસ્મિક છે એવું આનંદવર્ધન તથા મમ્મટનું સૂચન વળી તેમને શબ્દાર્થના ધર્મો રૂપે કેવળ ઉપચારથી જ જોડવા તરફ ઝૂકે છે. આમ આ મુદ્દાઓ વિશે પ્રવાહી પરિસ્થિતિ તો રહી જ છે. જો કે, જગન્નાથે તો અનેક રૂઢિઓના ભંગમાં નેતૃત્વ લીધું છે તેમ અહીં પણ ‘ગુણને શબ્દાર્થ ધર્મ જ માનવાનું સૂચવ્યું છે.
આચાર્ય હેમચન્દ્ર સૂત્ર ૨/૧૨ ઉપર નોંધે છે તેમ ગુણો તે રસના ઉત્કર્ષ હેતુઓ છે અને દોષો તે રસના અપકર્ષ હેતુઓ છે. તેઓ સ્પષ્ટ જણાવે છે કે ગુણ અને દોષ બન્ને રસના જ ધર્મો છે - તે ૨ રસધૈવ થH; પણ ઉપચારથી (metaphorically) તેમને તેના ઉપકારક એવા શબ્દ અને અર્થના ધર્મો કહેવાય છે. અહીં વિવેકમાં (પૃ. ૩૪) આચાર્ય મમ્મટના ઉલ્લાસ ૮ના શબ્દોનો પડઘો પાડતાં નોંધે છે કે ઉપચારથી વગેરે (દ્વારા એમ સમજવાનું કે, “માર વચ્ચે શૂર:' “આનો દેખાવ જ શૂરવીરનો | મર્દનો છે.” એમાં શૌર્ય(રૂપી આત્માના ધર્મ)ને ઉપચારથી તેના અભિવ્યંજક એવા શરીર વિશે વ્યવહત કરાય છે તે રીતે શબ્દ અને અર્થના માધુર્ય વગેરે (ગણો) છે, એવો અર્થ થયો.
મૂળ અલંકારચૂડામણિમાં ચર્ચા આગળ ચલાવતાં આચાર્ય નોંધે છે કે, ગુણ તથા દોષનું રસાશ્રયત્વ અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થાય છે. જેમકે, જ્યાં દોષ છે ત્યાં જ ગુણ છે, અને દોષ અમુક ખાસ રસની બાબતમાં જણાય છે, નહિ કે શબ્દ અને અર્થ વિશે. જો (દોષો) શબ્દાર્થના હોત તો બીભત્સ વગેરે (રસોના) સંદર્ભમાં “કષ્ટત્વ' વગેરે દોષો ગુણરૂપ ન જણાત અને હાસ્ય વગેરે(રસોના સંદર્ભ)માં અશ્લીલત્વાદિ (દોષ ગુણ રૂપ ન જણાત) અને આ દોષો અનિત્ય છે, કેમ કે, જે અંગી રસ વિશે તે તે દોષો દેખાય છે, તે બધા તે અંગી રસના અભાવમાં દોષરૂપ નથી જણાતા, માત્ર જે તે અંગી રસ હોતાં જ તે દોષરૂપ છે. આ રીતે અન્વય અને વ્યતિરેક પ્રમાણોથી આચાર્ય સિદ્ધ કરે છે કે ગુણ અને દોષનો રસ જ સાચો આશ્રય છે. આચાર્ય અહીં આટલી જ ચર્ચા કરે છે કેમ કે, દોષની વિશેષ ચર્ચા તૃતીય અધ્યાયમાં પૂરા વિસ્તારથી અને ગુણની વિશેષ ચર્ચા ચતુર્થ અધ્યાયમાં વિસ્તારથી તેમણે આવરી લીધી છે. આપણે પણ જે તે સંદર્ભમાં જે તે વિચારની વિસ્તૃત ચર્ચા કરીશું.
અલંકાર : સામાન્ય લક્ષણ - આચાર્યશ્રી ૧/૨રૂમાં આ જ રીતે અલંકારોનું સામાન્ય લક્ષણ બાંધતાં જણાવે છે કે, (૧/૬૩) “અંગને આધારે રહેલા તે થયા અલંકારો”.
આચાર્ય એ વાત બહુ ચોખ્ખી રીતે સમજે છે અને સમજાવે છે કે, રસ એ અંગી | આત્મા છે અને “શબ્દાર્થો”–શબ્દ અને અર્થ–તે કાવ્યના “અંગ’ | શરીર છે. તે અંગ કહેતાં શબ્દ | અર્થ ઉપર આશ્રિત–તેમને આધારે રહેતા ધર્મો તે થયા અલંકારો. આમ અલંકારો શબ્દગત અને અર્થગત એમ વિભાજિત છે તે આપોઆપ સિદ્ધ થાય છે અને પાંચમા અધ્યાયમાં ૨૯ અર્થાલંકારોની વિશેષ ચર્ચા તેમણે કરી છે. આચાર્યશ્રી જણાવે છે કે, રસ હોતાં અલંકારો ક્યારેક તેને ઉપકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org