________________
૧૪
કાવ્યાનુશાસન
મમ્મટાચાર્યને અનુસરીને હેમચન્દ્ર પણ ઉભટના ભામતવિવરણના એ વિધાનને તિરસ્કારે છે જેમાં ઉદ્ભટે ગુણ અને અલંકાર બન્નેની સમવાય સંબંધથી સ્થિતિ સ્વીકારીને સમવાય | સંયોગ એવા સંબંધભેદને નકાર્યો હતો.
હેમચન્દ્ર (પૃ. ૩૫) વિવેકમાં જણાવે છે કે કાવ્યનું સૃજન કરનારાઓ સંદર્ભોમાં એટલે કે જે તે રચનાઓમાં અલંકારો ગોઠવે છે અને દૂર કરે છે, નહિ કે ગુણો. વળી, અલંકારોના દૂર કરવા કે મૂકવાથી વાક્યમાં અનુક્રમે દોષ કે પરિપોષ થતો નથી. આ વાત તેઓ ઉદાહરણોથી શબ્દગત તથા અર્થગત અલંકારની બાબતમાં સમજાવે છે. તેઓ જણાવે છે કે, ગુણોને તો દૂર કરવા કે જમા કરવાનું સંભવતું નથી, કેમ કે તે સ્વાભાવિક છે). આથી વામને જે વિવેક તારવ્યો હતો કે, કાવ્ય શોભાના કારક ધર્મો તે ગુણો અને કાવ્ય શોભાને વધારનારા ‘તિશયતવ:' તે અલંકારો—આ વાત પણ ટકતી નથી. વામનની વાત વ્યભિચારી હેતુવાળી જણાય છે. કેમ કે,
તોડતમ' વગેરે ઉદાહરણમાં પ્રસાદ, ગ્લેષાદિ ગુણો હોવા છતાં કાવ્યવ્યવહાર પ્રવર્તિત થતો નથી, અને ‘પ વિષ્ણુતા' વગેરે ઉદાહરણમાં કેવળ ઉલ્ટેક્ષા અલંકારથી જ અને નહિ કે, ત્રણ કે ચાર ગુણોની હાજરીથી કાવ્યવ્યવહાર પ્રવર્તિત થાય છે. આમ, વામને ગુણાકારવિવેક તારવ્યો છે તેને આચાર્યશ્રી રદબાતલ ગણે છે.
મૂળ સૂત્ર ૨/૨૪ના સંદર્ભમાં આચાર્યશ્રી શાકુન્તલ(૧/ર૦)માંથી ઉદાહરણ ટાંકીને જણાવે છે કે, “વલાપ દfછું.' વગેરે શ્લોકમાં ભ્રમર-સ્વભાવોક્તિ રસપરક રીતે પ્રયોજિત અલંકાર છે, તેથી તે રસોપકારી છે. અલંકારનો બાધક રીતે પ્રયોગ થયો હોય તેના ઉદાહરણમાં તેઓ રત્નાવલી ૨/૧૬ ટાંકે છે અને જણાવે છે કે અહીં રસને સ્થાને “પડયા રૂવ'માંનો ઉન્મેક્ષા અલંકાર અંગી બની ગયો છે અને એનો અનુગ્રાહક શ્લેષ અલંકાર કરુણને ઉચિત એવા વિભાવો તથા અનુભાવો સાથે જોડતાં બાધક રૂપે જણાય છે, નહિ કે પ્રકૃતરસ વિશે ઉપકારક. ‘વનાપા 1io' વગેરેની વિશેષ ચર્ચા તેમણે વિવેકમાં કરી છે. આચાર્ય હેમચન્દ્ર નોધે છે કે, ‘તીનીવધૂતપ/૦' વગેરે (રત્નાવલી ૨૮) ઉદાહરણમાં અલંકારનો પ્રયોગ તટસ્થ રીતે–નહિ ઉપકારક કે નહિ બાધક–થયેલો જણાય છે. ચિત્રમાં દોરેલી સાગરિકાને જોઈને જેના મનમાં અભિલાષ જાગ્યો છે તેવા વત્સરાજની આ ઉક્તિ જાણે કે તટસ્થ વક્તાની–પ્રેમથી ભીંજાયેલા મનવાળાની નહિ–હોય તે રીતે કવિએ રચી છે. આથી શ્લેષથી અનુગૃહીત ઉપમાલંકારના પ્રાધાન્યથી પ્રસ્તુત રસ ગૌણ બનાવાય છે કેમ કે, કવિની તેને મુખ્ય સ્વરૂપે ઘડવાની ઇચ્છા જ નથી.
. આ પછી યોગ્ય અવસરે ગ્રહણનું ઉદાહરણ પણ રત્નાવલી ૨/૪ ‘-૩મોતિio' વગેરે તેઓ ટાંકે છે, જેમાં ઉપમા અને તેનો અનુગ્રાહક શ્લેષ આગળ થનારા ઈષ્યવિપ્રલંભ રસની ચર્વણા વિશે આભિમુખ્ય કરાવતો જણાય છે અને રસોપકારી છે. અનવસરે-કસમયે-અલંકારનું ગ્રહણ “વાતાધારતયા” વગેરે ઉદાહરણથી તેઓ સમજાવે છે. એ જ રીતે આરંભમાં ગ્રહણ અને લાંબુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org