________________
: ૧૬ !
જિનધિસૂરિ જીવન-પ્રભા
મહારાજ ! આપ જેવા ગુરૂવર્ય યતિવર્ય મારા જેવા સામાન્ય બ્રાહ્મણ પાસે એક વચન માગે ને હું પુત્રમોહના કારણે ન આપું તે મારૂ બ્રાહ્મણત્વ લાજે. તેની માતાને તે પુત્ર-વિરહ વસમો થઈ પડશે. પણ રામકુમારને દઢ નિશ્ચય, અભ્યાસની તમન્ના અને તેના ભવિષ્યને વિચાર કરતાં અમારે સંતેષ માનવો પડશે.” પિતાએ પુત્રનું સમર્પણ કર્યું.
“ધન્ય તમારી ભાવાના, તમારું સમર્પણ, “રામકુમાર” મારો લાડલો રહેશે. તે રાજકુમારની જેમ ઉછરશે. તેને બ્રાહ્મણ કુમારની જેમ મહા વિદ્યા અપાશે. તે મહા પ્રતાપી બનશે. તમારૂં-તમારા કુટુંબનું કલ્યાણ થાઓ.” યતિશ્રીએ પિતાને સાંત્વન આપ્યું.
બેટા રામ! તારી જ્ઞાનની પિપાસા, ત્યાગ ભાવના અને દઢ નિશ્ચય જોઈને હું તે ચકિત થયો છું. યતિશ્રીએ જાદુ કર્યું છે. તે અમારો મોહ છે અને ગુરૂવર્યને ચરણે બેસી ગયે. તારી માતા તે આંસુ સારે છે. પણ ગુરૂવર્યના વચનો ફળે તે દષ્ટિથી તને આશીર્વાદ આપું છું. કુળને અજવાળજે. ધર્મને ઉદ્યત કરજે.આંસુભર્યું નયને પિતાએ આશીર્વાદ આપ્યા.
પિતાજી! આપે મને જે મંગળ આશીર્વાદ આપ્યા તે પ્રમાણે હું પ્રાણીમાત્રનું કલ્યાણ કરીશ. મારી માતાને સાંત્વન આપશે. હું માતાની કૂખ દીપાવીશ. મારા આત્માનું કલ્યાણ કરીશ. તીર્થયાત્રા કરીશ. ધર્મબંધ આપી જૈનધમને જયજયકાર કરીશ.” અથુવડે પિતાના પગ પખાળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com