________________
૨ ૨૨૨ ૪
જિનહિસૂરિ જીવન-પ્રભા
ધમ લાભ! આપ તથા આપનું કુટુંબ જૈનધર્મ તરફ જે ભાવ રાખે છે તે ખરેખર પ્રશંસનીય છે. નગરશેઠ વગેરેને ભાવ તે ઘણે ઘણે છે પણ સ્થલી પ્રદેશમાં જવાની ખાસ જરૂર છે. મેં ત્યાંના શ્રી સંઘને વચન આપ્યું છે.' આચાર્યશ્રીએ ધર્મલાભ સાથે સ્પષ્ટતા કરી.
આચાર્યશ્રીએ નવાબસાહેબ વગેરેને માંગલિક સંભળાવ્યું. માનવજીવનની સાર્થકતા માટે જીવદયા તથા પરોપકાર માટે ઉપદેશ આપે. આચાર્યશ્રીના ઉપદેશથી નવાબસાહેબને ખૂબ આનંદ થયો.
આચાર્યશ્રી સુરતથી વિહાર કરી સાયણ, કીમચોકી, કે સંબા, પાનોલી, અંકલેશ્વર થઈને ભરૂચ, સમની, આમોદ, જંબુસર થઈને રાલેજ આવ્યા. અહીં ખંભાતના નગરશેઠ ચંદુલાલ બાપુલાલ, શા વાડીલાલ છોટાલાલ, શા ભેગીલાલ મગનલાલ, શા દલપતભાઈ ભગુભાઈ તથા ખંભાતના પાંચે જ્ઞાતિના આગેવાને આવ્યા હતા. આચાર્યશ્રીનું ખંભાતના શ્રી સંઘે ભાવભર્યું સવાગત કર્યું. શ્રી નગરશેઠ તથા આગેવાન અને નવાબ સાહેબે પણ ચાતુર્માસ માટે વિનતિ કરી પણ શૂરૂ જવાની આવશ્યકતા હોવાથી મેળાવડા પછી વિહારને નિર્ણય થયે.
આજ શ્રી રામતી શ્રાવિકાશાળાને વાર્ષિક ઉત્સવ તથા ઈનામી મેળાવડે હતે. આજ ખંભાતના બહેન ભાઈઓ મટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. એક તરફ દીર્ઘતપસ્વી આચાર્ય શ્રી છનઋદ્ધિસૂરિ બીરાજમાન હતા. સાથે જ એકજ પાટ ઉપર સૂરિસમ્રાટ આચાર્યપ્રવર શ્રી વિજ્યનેમીસૂરિશ્વરજીના વિદ્વાન શિષ્ય આચાર્ય શ્રી વિજય અમૃતસૂરિજી બિરાજમાન હતા. બનેનું મિલન મધૂરું અને અનુપમ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com