________________
આખરી સંદેશ
: ૨૮૫ ?
“હરિભાઈ! એ ધ્યાન, જાપ અને પાઠથી તે મને આ દિવસ રૃતિ અને આનંદ રહે છે. સવારના તે મને કાંઈ જણાતું નથી. તાવ વગેરે ૧૦ વાગ્યા પછીજ ચડે છે અને આખો દિવસ રહે છે. પ્રાતઃકાળમાં તે કેણ જાણે કયાંથી શક્તિ આવી જાય છે. શાસનદેવની કૃપા છે કે હજી સુધી જ્ઞાન ધ્યાન ને જપમાં તેમજ પાઠમાં કઈ દિવસ વિક્ષેપ નથી પડતો અને તેજ મારે માટે આત્મ શાંતિ અને આત્મ લક્ષ્મી છે. હવે તે માટુંગા સુધી આવી શકાશે નહિ. અહીં બધા ભકિત કરે જ છે.”
વાલકેશ્વરથી આવ્યા પછી મહા સુદિ ૧૪ નો ઉપવાસ કર્યો. પૂણીમાએ પારણું કર્યું. ગોચરી વખતે. વાપરી શક્યા નહિ. પણ તે જ વખતે સખ્ત ઠંડી લાગી. આખો દિવસ તાવ રહ્યો. રાત્રિના ધ્યાન માટે ઊઠયા ત્યારે તાવ નહેાતે. પણ સવારના તાવ ચડી આવ્યા. આમ બનતું ચાલ્યું. ડે. પુનમચંદભાઈ શાહની દવા શરૂ કરી. શ્રી હરિચંદભાઈ માટુંગા લઈ જવા વિનતિ કરી ગયા પણ પાયધુનીના ભાઈ બહેનો અને શ્રી મહાવીરસ્વામી દહેરાસરના ટ્રસ્ટીઓએ ગુરૂ મહારાજની સેવાસુશ્રુષા-દવા વગેરેથી ખૂબખૂબ સેવા કરી. શેઠ દામજી જેઠા હેશીયાર હેમીપથીક ડોકટરને તેડી લાવ્યા.
ડોકટરની દવાથી તાવ ગયો નહિ. અશક્તિ વધતી ચાલી. દેશી વૈદ્યને તબીયત બતાવવાની ટ્રસ્ટીઓની ભાવનાથી શ્રી : જાદવજીભાઈ ત્રિકમજી આચાર્યને બોલાવ્યા. કફપ્રધાન તાવનું નિદાન કર્યું. તેની પણ ૨૧ દિવસ સુધી દવા કરી પણ ફાયદે જણાયે નહિ. ડે. મંગળદાસ મહેતાને બોલાવવામાં આવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com