________________
મૃત્યુ મરી ગયું રે લોલ
: ૨૭ ?
હા ! હા! પુણ્યરાશિ ગુરૂદેવ સર્વ સીધાવી ગયા. એ પ્રશાંત મુખાકૃતિ, ગમૂર્તિ, દીર્ઘતપસ્વી, પુણ્યપ્રતાપી હવે કયાં જોવા મળશે! હા દેવ! તારે પણ એ યોગસૂતિની જરૂર પડી છે શું ! ધન્ય જીવન! ધન્ય ત્યાગ! એવા ઉદ્દગારો વાતાવરણમાં પ્રસરી રહ્યા. આચાર્યશ્રીના જયનાદથી આકાશ ગુંજી ઊઠયું. હજારે ભાઈ-બહેને અને વિદ્યાર્થીઓએ ગુરૂ દેવને અંજલી આપી.
શ્રી મહાવીર સ્વામીના દહેરાસરના ઉપાશ્રયે આચાર્યશ્રીના અનન્ય ગુરૂભક્ત શાંતમૂર્તિ મુનિશ્રી ગુલાબમુનિએ શાંતિ સંભળાવી. ઉદાસ હૃદયે બધા વિખરાયા.
ગુરૂદેવના સ્વર્ગવાસના સમાચાર દેશદેશ પહોંચી ગયા. જૈન શાસનને તેરવી દીપક બૂઝાઈ ગયે. જૈન સમાજના જ્યોતિર્ધરામાંથી એક તિર્ધરની ન પૂરાય તેવી ખેટ પડી.
ત્રણેકમાસ બિમારી રહી પણ કેઈ દિવસ મેઢામાંથી ઉંહેકાર કર્યો નથી. સહનશીલતાની મૂર્તિ સમા અરિહંત અરિહંતને જાપ જપતા જપતા દેહના કષ્ટ દેહે સહવાના છે તેમ માનીને શાંતિપૂર્વક મૃત્યુની રાહ જોઈને તૈયાર જ હતા. અને આવા બાળબ્રહ્મચારી, દીર્ઘતપસ્વી યોગીને મૃત્યુ શું કરી શકે. આવાં સિદ્ધ પુરૂષને માટે તે મૃત્યુ મરી ગયું રે લાલ થઈ પડયું.
ગુરૂદેવની સેવાસુશ્રુષા અનન્ય ગુરૂભક્ત શાંતમૂતિ ગુલાબમુનિએ તે અહેરાત કરી પણ શ્રી મુંબઈના મહાવીરસ્વામીના દહેરાસરના ટ્રસ્ટીઓ, શ્રી ગેડીજીને શ્રી સંઘ, શ્રી હરિચંદભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com