________________
મૃત્યુ મરી ગયું રે લેલ
? ૨૯૫ : ગુરૂદેવની નિર્મળ, પ્રશાંત, પ્રભારી કાંતિ અને તેજ. સ્વિતા વધતાં જતાં હતાં. જાપ તે ચાલુ જ હતું. અનન્ય ગુરૂભક્ત ગુલાબમુનિ તે ગુરૂદેવની આખરી ઘડીએ જોઈ જોઈને બે અશ્રુબિંદુઓને અટકાવી સેવામાં લીન થઈ જતા. જેઠ સુદ એકમ થઈ ને ચિંતા ઓછી થઈ. ભારે દિવસે તે ગયા. દર્દ પણ ઓછું થઈ ગયું. જરા ઉકાળો પણ વાપર્યો.
બીજના દિવસે વળી તબીયત બગડી. ડોકટર પુનમચંદભાઈ દોડી આવ્યા. શ્રી મહાવીરસ્વામીના દેરાસરના ટ્રસ્ટીઓ આવી પહોંચ્યા. માટુંગાથી શ્રી હરિચંદભાઈ તથા શેઠ રવજીભાઈ પણ આવ્યા. બપોરના જરા નિદ્રા આવી ગઈ અને શાંતિ જણાઈ. બીજની રાત્રિ ભારે વસમી હતી. અરિહંત-અરિહંતના જાપ ચાલુ હતા. જી. શાંતિ . શાંતિના મંત્રોચ્ચાર ધીમા ધીમા ચાલતા હતા. દીપક બૂઝાવાની ઘડીઓ આવી લાગી હતી પણ સવાર થયું અને થોડી શાતા લાગી, પણ તે ક્ષણિક હતી.
ત્રીજને આ દિવસ અશાતા રહી. ભક્તજને સેવા માટે તૈયાર હતા. પણ તબીયત બગડતી ચાલી. ગુલાબમુનિ મહારાજે ધીરજપૂર્વક બ્રહશાંતિ, બીજા સ્તુત્રો તથા દસ આરાધના અને પદ્માવતી વગેરે સંભળાવ્યા, તે શાંતિપૂર્વક સાંભળ્યા. આચાર્યશ્રી મનમાં જાપ જપતા હતા. છ વાગે વધારો લાગે. તે જ સમયે ચાર આહારના પચ્ચખાણ કરાવ્યા. બરાબર છ ને ચાલીશ મીનીટે હંસલે ઉડી ગયે. . "
બાલબ્રહ્મચારી, દીર્ઘતપસ્વી, ચારિત્ર રત્ન, પૂણયરાશિ, મહાપ્રતાપી, વચનસિદ્ધ આચાર્ય શ્રી નધિસૂરિ અનન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com