________________
ધન્ય તપશ્ચર્યા
આપના મંગળ આશીર્વાદથી તપશ્ચર્યા નિવિદને સંપૂર્ણ થશે.” હરિચંદભાઈએ તપશ્ચર્યા માટે આગ્રહ દર્શાવ્યો. '
પણ અમારાં શ્રાવિકાને તે મુશ્કેલી રહેશે. તેમને ગૃહ કાર્યની જવાબદારી. બાળકોને શાળાએ મોકલવા. પૂજ્ય માતા પિતાની પણ સેવા કરવાની. અતિથિ અને નેહીજનેને પણ સંભાળવા અને વ્યવહારમાં ઉભા રહેવું. વળી તેમની તબીયત પણ કયાં સારી રહે છે!” આચાર્યશ્રીએ શ્રી હેમકુંવર બહેનને માટે ચિંતા વ્યક્ત કરી.
“સાહેબ! મારા પણ ભાવ છે. આવી સાથે તપશ્ચર્યા કરવાની અમલી તક કયારે મળે. બાળકે તે મોટાં થયાં છે. ચિ. કૃષ્ણ અને ચિ. મધુબહેન પણ મને મદદ કરે છે. પૂજ્ય બા અને બાપાના તે આશીર્વાદ મળી ગયા છે. વળી પૂજ્ય બા તેમજ મારા વહાલાં નણંદ, બધાને ભાવ હોવાથી મારા ભાવ પણ જાગ્યા અને મેં પણ નિર્ણય કર્યો. આપના આશીર્વાદથી વરસીતપ પૂર્ણ થઈ જશે.” હેમકુંવર બહેને પોતાની ભાવના વ્યક્ત કરી.
જહાસુખમ્ ! તમારી ભાવનાએ ઉચ્ચ છે. મારા મંગળ આશીર્વાદ છે. નિર્વિદને આ પાવનકારી પવિત્ર તપશ્ચર્યા પૂર્ણ કરો અને પુણ્યશાળી બને.
ધન્ય તમારી ભાવના ! ધન્ય તમારૂ બડભાગી કુટુંબ આચાર્યશ્રીએ મંગળ આશીર્વાદ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com