________________
૪ ૨૯૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
સાહેબ! મારા પૂજ્ય બા, મારાં બહેન, હું અને તમારી શ્રાવિકા ચારેની ભાવના વરસીતપની થઈ છે. કૃપા કરી પચ્ચખાણ આપો. અને મંગળ આશીર્વાદ આપો.” શ્રી હરિચંદભાઈએ વિનતિ કરી.
હરિભાઈ! ધન્ય ધન્ય! તમારા બા તે મહાભાગ્યશાળી અને જબરાં છે. પગની તકલીફ હોવા છતાં પહેલાં વરસીતપ કર્યો હતો અને આ બીજે વરસીતપ કરવાની ભાવના થાય તે તે બહુજ ઉત્કૃષ્ટ, સમરથ બહેન પણ બાની સાથે તપશ્ચર્યા શરૂ કરે છે. તે ઘણું જ પ્રશંસનીય છે.”
સાહેબ! આપતા મંગળ આશીર્વાદથી મહા પાવનકારી વરસીતપ થઈ જશે અને તેજ સાચું ભાતું છે ને !” શ્રી હરિ ભાઈના બાએ પિતાની ભાવના પ્રદર્શિત કરી.
ભાગ્યશાળી! તમારા બા અને બહેન તે વરસીતપ પૂર્ણ કરશે. પણ તમે રહ્યા વ્યવસાયી પેઢીના કામની વિશેષ જવાબદારી તમારા ઉપરજ છે. વળી કેઈ કઈ વખત દિલ્હી સુધી પણ જવું પડે. વળી વરસીતપ તે મહાન તપ ગણાય. ૧૩-૧૩ મહીના સુધી ચાલે અને તેમાંયે ગરમીની મોસમમાં તકલીફ રહેશે.” આચાર્યશ્રીએ વ્યવહારૂ મુશ્કેલી દર્શાવી.
ગુરૂદેવ! આપ તે જાણે છે. હું ૪ વાગે તે ઉઠી જાઉં છું. નેકારવાળી ગણને નાન કરી પૂજા કરવા જાઉં છું. લા લગભગ તે ત્યાંજ થાય છે. હું લગભગ ૧ વાગે ઓફિસે આવું છું. પાંચ વાગ્યા પહેલાં નીકળી જાઉં છું. વળી વરસીતપ જેવા પરમ પાવનકારી તપને માટે સમય મળી જ રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com