________________
-
- -
-
-
-
ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા
(પર ) સાહેબ ! ગુરૂદેવ તે સ્વર્ગે સીધાવ્યા. તેમના વચનામૃત, તેમની શાંત-સૌમ્ય-પ્રભારી મૂર્તિ–આકૃતિ, તેઓશ્રીની કલ્યા
ભાવના, ભૂલ્યાં ભૂલાતાં નથી. મને તો કઈ કઈવાર ગુરૂદેવ સ્વપ્નમાં દર્શન આપે છે. મારી ભાવના છે કે ગુરૂદેવની મૂર્તિની પ્રતિષ્ઠા આપણા શ્રી મહાવીર સ્વામીને દહેરાસરજીમાં કરવામાં આવે તે ગુરૂદેવનું સ્મરણ હંમેશાં રહ્યા કરે.” શ્રી હરિચંદભાઈએ ગુરૂદેવના અંતેવાસી અનન્ય ગુરૂભક્ત શ્રી ગુલાબ મુનિજી મહારાજને વિનંતિ કરી.
ભાગ્યશાળી ! ગુરૂદેવ તે તનિધિ હતા. તમે તો ગુરૂદેવના પ્રાણપ્યારા ભક્ત છે. તમને ગુરૂદેવ દર્શન આપેજ ને. તમારી ભાવના ઉત્તમ છે. આપણે શ્રી મહાવીર સ્વામીના ટ્રસ્ટીએને વાત કરીએ. તેઓની ભાવના પણ છે. ઘણા ભક્તો પણ તે માટે ઝંખે છે.” શ્રી ગુલાબમનિએ સંમતિ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com