________________
મૃત્યુ મરી ગયું રે લોલ
(૪૯) ચૈત્ર મહિને તે પૂબ ભય ભર્યો એ પણ દેશી ઔષધીથી જ જરા ઠીક રહ્યું પણ ભૂખ ચાલી ગઈ. પિય માટે પણ ઈચ્છા થતી ન હતી. પછી ઔષધ માટે પણ ઈચ્છા થતી નહિ. વૈશાખ મહિને આવે ને અશક્તિ વધી. પથારીમાંથી બેઠા થવામાં પણ તક્લીફ થવા લાગી. અન્નને ત્યાગ કરી દીધે. ગુલાબમુનિની અનન્ય ભક્તિ અને સેવાથી જરા શાંતિ રહેતી પણ શક્તિ તે હતી જ નહિ. વૈશાખની ચૌદશ-અમાસ બહુ ભારે ગયાં. દીપક કયારે બુઝાઈ જશે તેમ થતું હતું. માટુંગા, મુલુંડ, થાણા, બેરીવલી બધેથી ભકતજને ગુરૂવર્યની સુખશાતા પૂછવા આવતા હતા. ગુરૂદેવ આંખેથી અમી ભરી દક્ષિણ દ્વારા બહાને ધર્મલાભ આપતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com