________________
આખરી સંદેશ
ઉદ્યોત–સમાજને ઉત્કર્ષ કયાંથી થશે? તમે સમાજના ભાગ્યશાળી નેતાઓ અને ઘડવૈયાઓ છે. એક એક દાનવીર એક એક સમાજ-કલ્યાણ-જ્ઞાનપ્રચાર અને શિક્ષણપ્રચારનું કામ સંભાળી લે તે આવતીકાલનો સમાજ બળવાન, સમૃદ્ધ અને શકિતશાળી બને.” આચાર્યશ્રીએ આગેવાનોને સમાજના સર્વાગી વિકાસ વિષે અમર સંદેશ આપે.
ગુરૂદેવ! આપની સુધા ભરી વાણી અમારા હૃદયમાં કેતરાઈ ગઈ છે. અમે અમારાથી શક્ય શાસન ઉદ્યોતના અને સમાજ ઉત્કર્ષના કાર્યમાં સક્રિય ફાળો આપીશું.” શ્રી શેઠ" રવજીભાઈ સેજપાલ જે. પી.એ આચાર્યશ્રીને ખાત્રી આપી.
રવજીભાઈ! એક ઉપયોગી અને મહત્વનું કામ બાકી રહી જાય છે. પૂજ્ય મેહનલાલજી મહારાજશ્રીને મુંબઈ ઉપર ઘણે ઘણે ઉપકાર છે. તેમના જેવા પ્રભાવશાળી, શાસનની ધગશવાળા મહાપુરૂષે ઓછા દેખાય છે. તેમના નામની સેન્ટ્રલ લાઈબ્રેરી જૈન સમાજનું ભૂષણ છે. એ જ્ઞાનનું એક મંદિર છે. તમે જાણે છે. આપણે બધા પ્રયાસે કરીને મેટું ફંડ પણ કર્યું છે. અને તમારી ટ્રસ્ટીઓની જવાબદારી વિશેષ છે. મારી અંતિમ ભાવના એ છે કે વહેલામોડું એ જ્ઞાનમંદિરનું ભવ્ય મકાન તૈયાર થાય તે જૈન સમાજની તે શાભા બની રહેશે.” આચાચશ્રીએ પોતાની અંતિમભાવના દર્શાવી.
ગુરૂદેવ! અમે ટ્રસ્ટીઓ તે વાત બરાબર જાણીએ છીએ. આપની અંતિમભાવના પૂરી કરવા અમે પ્રયત્નશીલ રહીશું. ફંડ તે છે અને મકાન માટે જગ્યા મેળવવાના પ્રયાસે પણ ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com