________________
આખરી સંદેશ
| ૨૮૭ “ગુરૂદેવ ! અમને મંગળ આશીર્વાદ આપ” શ્રી હરિચંદ ભાઈ તથા શ્રી હેમકુરબહેને આશીર્વાદ માગ્યા.
ભાગ્યવાન દંપતી ! તમે તે બડભાગી છે, તમારી ધમ ભાવના અને ગુરૂભકિત અજોડ છે. તમારા કુટુંબ ઉપર સદાયે ગુરૂકૃપા રહેશે. તમારી યશકીતિ દિનપ્રતિદિન વૃદ્ધિ પામશે. તમે કલ્યાણકારી કામ કરશે.” ગુરુદેવે સુધાભર્યા આશીવાદ આપ્યા.
કૃપાળુ! શ્રી મહાવીરસ્વામીના દહેરાસર અને ઉપાશ્રય તથા જ્ઞાનભંડારની સુવ્યવસ્થા અને તેની પ્રસિદ્ધિને વશ આપશ્રીને છે. આપે કૃપા કરી વખતે વખત ચાતુર્માસ કરી અનેક પ્રશ્નોને ઉકેલ કરાવી અમારા વહીવટને સરળ બનાવવા જે પ્રેરણાઓ કરી છે તે ભૂલી શકાય તેમ નથી. આપ બીજી કંઈ સૂચના કરો તે અમને વિશેષ માર્ગદર્શન મળશે.” શ્રી મહાવીરસ્વામી દહેરાસરના ટ્રસ્ટીઓએ વિનતિ કરી.
ભાગ્યશાળીઓ ! તમે બધા એજ્યતા અને સહકારથી સુંદર કાર્ય કરી રહ્યા છે. તમારો વહીવટ સુંદર છે. તમે બધા અનન્ય શ્રદ્ધાળુ અને ગુરૂપ્રેમી છે. દહેરાસરની જે પ્રતિષ્ઠા છે તેમાં વધારો કરશે. ઉપાશ્રયમાં પણ વ્યાખ્યાનાદિને પ્રબંધ ચાલુ રાખશે. જાગતી જ્યોત સમા શ્રી ઘંટાકરણજીની મૂર્તિની પ્રતિષ્ઠાથી તે લીલાલહેર થઈ રહેલ છે. પૂજ્ય ગુરૂદેવના જયંતી ઉત્સવ ઉજવવાની પ્રેરણા ચાલુ રાખશે. ગ્રંથભંડાર વ્યવસ્થિત રાખી તેને વિશેષ લાભ લેવાય તે માટે યથાશકિત પ્રયાસો કરશે. ધર્મના ઉદ્યોતના કાર્યોમાં હંમેશાં જાગૃત રહેશે. મુનિવર્યોની સેવાભકિત વિષે તે મારે
જે પરોને લઇ કરી અને તેના ઉપાશ્રય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com