________________
છેલ્લે મહોત્સવ
: ૨૮૩ ૪ મહોત્સવની તૈયારી ચાલી. વાલકેશ્વરમાં ૮ દિવસને ઉત્સવ શ્રી વાલકેશ્વર જૈનસંઘ સમસ્ત તરફથી તથા ૮ દિવસને ઉત્સવ શેક અંબાલાલ લલ્લુભાઈ તરફથી થયો. હંમેશાં વિવિધ રાગરાગણી સાથે પૂજાઓ ભણાવાતી. ભાવનાઓ બેસતી. વાલકેશ્વરના દહેરાસરે મુંબઈથી હજારે ભાઈ–બહેને દર્શનાર્થે ઉમટી આવતા હતા.
મંગળ મુહૂતે પાંચ પ્રભુજીની પાંચ પ્રતિમાજી પધરાવવાની માંગલિક ક્રિયા કરાવવામાં આવી. આચાર્યશ્રી જીનઋદ્ધિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી, ઉપજ પણ સારી થઈ. આનંદ આનંદ છવાઈ રહ્યો. આચાર્યશ્રીને થોડો સમય વિશેષ સ્થિરતા કરવા આગેવાનોએ વિનતિ કરી પણ શ્રી મહાવીર સ્વામીના દહેરાસરના ટ્રસ્ટીઓની આગ્રહભરી વિનતિને માન આપી પાયધુની પધાર્યા. વાલકેશ્વર મહોત્સવ છેલ્લે જ હશે તેની કોને કલ્પના હતી ! પણ ખરેખર આચાર્યશ્રીના જીવનમાં આ ઉત્સવ છેલ્લો જ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com