________________
શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા
: ૨૭૭ :
કૃપાળુ ! જ્યારથી આપની સુધાવાણી સાંભળું છું ત્યારથી આપની અમીદ્રષ્ટિથી મને વેપારમાં પણ લાભ મળતું જાય છે. મેં થેડી રકમ તેમાંથી શુભ કાર્ય માટે કાઢી છે. આપ કૃપા કરી તે માટે માર્ગદર્શન આપે તે પ્રમાણે ખર્ચવાની મારી ભાવના છે.” બાબુભાઈએ ભાવના દર્શાવી.
બાબુભાઈ ! જે મળે છે તે પુણ્યદયથી મળે છે. ભાગ્યશાળીને ત્યાં ભૂત રળે. તમારી ભાવના ઉત્તમ છે. જગતમાં જાગતી જાત દાદાગુરૂ શ્રી જનકુશલસૂરીજી મહારાજ તથા શ્રી ઘંટાકરણ મહાવીર છે. મને તો તેમને પ્રત્યક્ષ અનુભવ છે. શ્રી ઘંટાકરણ દેવની મૂર્તિ તમારા તરફથી તૈયાર કરાવવામાં આવે અને તેની પ્રતિષ્ઠા કરવામાં આવે તે ઉત્તમ લાભકારી થશે તેમ તમે પણ યશભાગી બનશે.”
સાહેબ! આપશ્રીની આ યોજના બહુ જ મંગલકારી છે. શ્રી ઘંટાકરણદેવની મૂર્તિ આબેહૂબ-કળામય મનરમ્ય આપના આદેશ પ્રમાણે કરાવશો અને તેની પ્રતિષ્ઠા પણ આનંદપૂર્વક કરાવીશું. જે ખર્ચ થશે તે હું આપીશ. શ્રી હરિચંદભાઈ આ માટે જ્યારે જ્યારે જે રકમ મંગાવશે તે હું મોકલી આપીશ.” બાબુભાઈએ સંમતિ દર્શાવી.
“બાબુભાઈ! થેડા પરિચયમાં તમે ભારે યશ અને લાભ મેળવી ગયા. આ શ્રી ઘંટાકરણદેવની મૂર્તિ અને પ્રતિષ્ઠાની ભાવના તે મારી હતી.” શ્રી હરિચંદભાઈએ પિતાની ભાવના વ્યક્ત કરી.
“હરિભાઈ તમે તે બડભાગી છે. ગુરૂદેવની કેવી અનુપમ સેવા ભક્તિને લાભ લે છે. ગુરૂદેવ તે વારંવાર કહે છે કે
છે. શ્રી
પ્રમાણે કરશે તે હું આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com