________________
શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા
: ૨૭e :
પ્રતિષ્ઠાને દિવસ નક્કી કરવામાં આવ્યું. પણ થાણાના કળામય મંદિરની પ્રતિષ્ઠા હેવાથી ગુરૂવર્ય થાણુ પધાર્યા. થાણાની પ્રતિષ્ઠા આનંદ ઉલ્લાસપૂર્વક કરાવી શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા માટે આચાર્યશ્રી પાયધુની પધાર્યા. પ્રતિષ્ઠા, ધામધૂમપૂર્વક કરાવવાની શ્રી બાબુભાઈ નાગજી ગણપતની ભાવના હતી પણ આ દિવસોમાં તેમને જરૂરી કામે વિલાયત જવું પડયું. શ્રી બાબુભાઈએ શુભ મુહૂર્ત પ્રતિષ્ઠા કરી લેવા શ્રી હરિચંદભાઈને ભલામણ કરી હોવાથી પ્રતિષ્ઠા માટે અઠ્ઠાઈ મહેસૂવ કરવામાં આવ્યો. આચાર્યશ્રીના મંગળ આશીર્વાદથી સં. ૨૦૦૫ ના મહાવદી ૬ ના રોજ શ્રી હરીચંદભાઈના પિતાશ્રી શ્રી માણેકચંદભાઈએ શ્રી ઘંટાકરણદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. શ્રી ઘંટાકરણદેવની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે આવી જાગતી જત સમી તેજસ્વી મૂર્તિના દર્શન કરી હજારે બહેન-ભાઈઓએ શ્રી મહાવીર સ્વામીના દહેરાસરજીને જયનાદથી ગજાવી મૂક્યું. શ્રી મુંબઈ સંઘના હૃદયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. તે
હરિભાઈ! આજ કેમ જરા ઉદાસ દેખાઓ છો.!” આચાNશ્રીએ પ્રશ્ન કર્યો.
કૃપાળુ! નાના મયંકકુમારને ગળે એક બે ગાંઠે નીકળી છે. ડેાકટર ઓપરેશનની વાત કરે છે. ઓપરેશન કરાવવા મન માનતું નથી. મારા માતા-પિતાને પણ મયંક માટે ચિંતા થાય છે.” હરિભાઈએ ચિંતા વ્યક્ત કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com