________________
કે રે
જિનદિસરિ જીવન-પ્રભા
હરિભાઈ! મયંકની ચિંતા ન કરો. તેને હમેશ સવારના માંગલિકના ટાઈમે આઠેક દિવસ અહીં લાવવું પડશે. પછી તે મંત્રેલું જળ લઈ જશે તે ચાલશે, આપણા જાગતી જ્યોત સમા શ્રી ઘંટાકરણકે તમારી ચિંતા દૂર કરશે.” આચાર્ય શ્રીએ ઉપાય દર્શાવ્યો. - શ્રી હરિભાઈ તે અનન્ય ગુરૂભક્ત હતા. શ્રદ્ધા પણ અજબ હતી. ગુરૂદેવ પણ વચનસિદ્ધ હતા. રાત્રિના બે અઠ્ઠી વાગ્યે ધ્યાનમાં બેસતા. સવારના પ્રાતઃક્રિયા કરી તુરત પાઠ કરતા અને મંત્રજળ ઘણા ભાઈ–બહેને લઈ જતાં. શ્રી હરિચંદભાઈ ચિ. મયંકકુમારને લઈને સવારમાં આવવા લાગ્યા. ગાંઠો પણ બેને બદલે થાર પાંચ દેખાવા લાગી. ઓપરેશન કરાવવું પડશે તેમ બધા સલાહ દેવા લાગ્યા પણ હરિભાઇ તે અનન્ય શ્રદ્ધાળુ હતા. આચાર્યશ્રીની પાસે હમેશાં પાઠ સાંભાળ અને મંત્રજળ લઈ જવું. પૂરા પંદર દિવસ તે નહિ થયા હોય બધાના આશ્ચર્ય વચ્ચે ગોઠે ગળી ગઈ અને મયંક તે નિરોગી બની ગયે. આ ચમત્કારની વાત જાણે ભારે આશ્ચર્ય ફેલાયું. ગુરૂદેવની કૃપાથી ભયંકર રોગ ઔષધિ વિના દૂર થઈ ગયે. શ્રી હરિચંદભાઈના વિશાળ કુટુંબમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો,
ધન્ય ગુરૂદેવ, ધન્ય તપશ્ચય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com