________________
ચુરમાં ધર્મ પ્રભાવ
પાંજરાપોળની વ્યવસ્થા સુધારવા માટે ૯–૧૧–૪૩ ના રોજ શ્રી રામજીમંદિર કટરામાં આપણા ચરિત્રનાયક આચાયશ્રી જીનસદ્ધિસૂરિજીના અધ્યક્ષસ્થાને સભા મળી, ગૌરક્ષા સંબંધી પ્રભાવશાળી વ્યાખ્યાન થયું. આ પ્રસંગે શેઠ ચંપાલાલજી કોઠારી, ગુરૂભકત શ્રી ટેડરમલજીના સુપુત્રે, પિકાર કુંટુંબીજને, યતિશ્રી ગણપતિચંદ્રજી, આયુર્વેદાચાર્ય શ્રી કાહ્ન-. દાસજી સ્વામી આદીની હાજરી હતી. ચૂરૂ પાંજરાપોળના ઉદ્ધાર માટે આચાર્યશ્રીએ પ્રેરણાત્મક પ્રવચન કર્યું. આ પ્રવચનની જાદુઈ અસર થઈ. પાંજરાપોળના માટે બાર જણાની કમીટી નીમાણ તેથી ગુરૂની પાંજરાપોળ વર્તમાનમાં સુંદર ચાલે છે.
ચૂરૂના આ વખતના પયુર્ષણ યાદગાર બની ગયા. બાવન વર્ષે સૂરના જ એક યતિરત્ન દીર્ઘતપસ્વી પુણ્ય પ્રભાવક જૈનાચાર્યની હાજરીમાં તપશ્વર્યા, કલ્પસૂત્રને વરઘડે; વ્યાખ્યાને, સંઘજમણ આદિ ખૂબ શ્રદ્ધા અને આનંદપૂર્વક થયાં. ચૂરૂના આબાલવૃદ્ધમાં ધર્મજાગૃતિ આવી. ધર્મ પ્રભાવના ખૂબ ખૂબ થઈ
આબુ અચળગઢથી સંદેશે આવ્યો કે ગીરાજ આચાર્ય શ્રી શાંતિસૂરિજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સંદેશ મળતાંજ આપણા ચરિત્રનાયકને આઘાત લાગ્યો. હજી હમણાંજ વિહારમાં અને આચાર્યનું મધુર મિલન થયું હતું. ગીરાજે આપણા ચરિત્રનાયકને આબુ ચાતુર્માસ માટે પ્રેમપૂર્વક આગ્રહ કર્યો. હતું અને છ મહિનામાં તે તેઓ સ્વર્ગે સિધાવી ગયા.
ચૂરૂમાં યોગીરાજના સ્વર્ગવાસ નિમિત્તે આપણું ચરિત્ર નાયકની પ્રેરણાથી રાજ્યકેટ કચેરીઓ બંધ થઈ. આખા શહેરમાં બધા લેકેએ પાખી પાળી તથા ખરતરગચ્છના મોટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com