________________
ચુરમાં ધર્મપ્રભાવ
: ૨૨૮ : ધર્મભાવનાવાળા કુટુંબ સિવાય બીજા કુટુંબ સંવેગી સાધુને ગેચરી તે શું પણું પાણી પણ વહેરાવવામાં પાપ સમજતા હતા. સ્ત્રીઓ વિશેષ ચુસ્ત હતી અને પુરૂષોની ભાવના છતાં તેઓ ગોચરીએ આવનારને વહોરાવવાને બદલે તેમની અવગણના કરતા હતા. આ ભગવાન મહાવીરના જૈન ધર્મના એક જ શહેરના જૈન સમાજની આવી દશા હતી તે આ પરિસ્થિતિએ ગામે ગામ કેવી કરૂણ દશા ઉભી કરી હશે! આચાર્યશ્રીની દીર્ધતપશ્ચર્યા, સમભાવના, શાંતદષ્ટિ, અમી વષ તથા સૌમ્યતાના પ્રભાવથી થોડા જ દિવસમાં બધા આચાર્યશ્રીના ભકત બની રહ્યા.
અષાઢ શુદિ ૧૧ નો પવિત્ર દિવસ આવ્યો. સુપ્રસિદ્ધ યુગપ્રધાન શ્રી નદત્તસૂરિજીની જયંતિ ઉજવવાનો નિર્ણય થયો. એક લાખ ત્રીસ હજાર જૈનેતરોને જૈન ધર્મમાં દ્રઢ કરનાર મોટા દાદાના નામથી સુપ્રસિદ્ધ શ્રી જીનદત્તસૂરિજીના જયંતી પ્રસંગે દાદાજીને મને હર ફેટે પાલખીમાં પધરાવી વરઘોડો કાઢવામાં આવ્યો. આ પ્રસંગે એક ચમત્કાર થયો. ચૂરૂમાં વરસાદને માટે ચિંતા રહેતી હતી. ધામ ધખતે હતે. ગેટેગોટા ધૂળ ઉડ્યા કરતી, વરસાદનું નામ નિશાન નહોતું. લેકે ચિંતાતુર હતાં. પશુઓ, પંખીઓ બધા તરફડી રહ્યા હતા. લેકે દેવપોઢી અગીઆરસની રાહ જોઈને આશાભર્યા બેઠા હતા. આજે તે દાદાસાહેબ જનદત્તસૂરીજીની જયંતીને પ્રસંગ હતું અને દીર્ઘતપસ્વી આચાર્યશ્રી છનઋદ્ધિસૂરિ મહારાજની હાજરી હતી. આજ તે આમ ચીરીને પણ મેઘરાજ આવે જ જોઈએ. ગુરૂદેવની પાલખી નીકળી ત્યારે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com