________________
શાલ
BSE
D
OMOSCXXRERIA
ધન્ય વીરચંદભાઈ ! ધન્ય ગ્રામસુધારણા !
(૪૨) મથ્થણ વંદામિ. સેવકે વરણી કરી.
ધર્મલાભ! તમારા ગુરૂકુળમાં તે બાળકે કિલ્લોલ કરે છે. ધર્મભાવના પણ સારી છે.” આચાર્યશ્રીએ સંતેષ પ્રગટ કર્યો.
સાહેબ! ગુરૂકુળ ઘણું વર્ષોની જૂની સંસ્થા છે. મુનિરાજ ચારિત્રવિજયજી (કરછી) ની પ્રેરણાના પાન કરીને સંસ્થા પ્રગતિ પામી છે. ત્રિપુટીર મુનિરાજ શ્રી દર્શનવિજયજી આદિની અમીદ્રષ્ટિ છે. હમેશાં ૪-૫ આયંબિલ થાય છે. બાળકે સંગીત-વ્યાયામ-બેન્ડની તાલીમ લ્ય છે. સેવકે વીગત જણાવી,
શ્રી હરિચંદભાઈ કહેતા હતા કે તમે વ્યાપારી શાળા શરૂ કરી છે ને!” .
જી હા! સં. ૧૯૯૯માં ગુરૂકુળને રજતજયંતી ઉત્સવ થયે અને તે પ્રસંગે વઢવાણુકેમ્પવાળા કાનિત કોટન મિલના માલેક જેનસમાજપ્રેમી શેઠ શ્રી રતિલાલભાઈ વર્ધમાનની પ્રેરણાથી વાણિજ્ય વિદ્યામંદિર શરૂ કરવામાં આવ્યું. તે બાળકો માટે એક આશીવીંદજનક સંસ્થા થઈ પડી છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com