________________
મધૂરાં મિલન
: ૨૫ : શેઠ મુળચંદભાઈએ સંઘની ઉત્તમ પ્રકારની ભકિતને લાભ લીધે. બન્ને આચાર્યપ્રવરેનું આવું અપૂર્વ મધુર મિલન જોઈને શ્રી સંઘના આબાલવૃદ્ધમાં આનંદની લહરીઓ લહેરાઈ.
આપણા ચરિત્રનાયકે જ્ઞાનગોષ્ઠિ કરતાં સૂરિસમ્રાટને જણાવ્યું કે સુરત તરફ વિહારની ભાવના છે. સૂરીસમ્રાટે પ્રેમભાવથી જણાવ્યું કે તમે મારવાડને લાંબે વિહાર કરી આવે છે. સૂરત તે મુંબઈ જતાં આવશે. તમે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળની યાત્રા કરી આવે. તમે તે થાણુને તીર્થધામ બનાવી દીધું. ત્યાં ગયા પછી શ્રી સિદ્ધાચળ તરફ નહિ નીકળાય.
શ્રીમાન સુરિસમ્રાટની પ્રેમભરી વાણી સાંભળી આચાય. શ્રીની ભાવના સિદ્ધાચળ માટે જાગી અને પાલીતાણું તરફ વિહાર કરવા નિર્ણય કર્યો.
આ હદયંગમ મધૂરાં મિલનના સ્મરણે આચાર્યશ્રીના હૃદયમાં કેતરાઈ ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com