________________
ગુરૂદેવનું પુણ્ય મારક
: ૨૬૩ ? કબાટે છે. લાયબ્રેરીમાં ધાર્મિક ઉપરાંત તાત્વિક ગ્રંથે અને હસ્તલિખિત પુસ્તકને સારા સંગ્રહ છે. ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓના અનેક વિષયોના પુસ્તકને સંગ્રહ છે તેને લાભ આમજનતા ઉપરાંત કેલેજના પ્રોફેસરો, એમ. એ. ના વિદ્યાર્થીઓ તથા સ્કોલરે સારા પ્રમાણમાં લે છે અને લાલબાગમાં બીરાજતા મુનિરાજે પણ સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી પાસે સંસ્કૃત, પ્રાકૃત, માગધી, કાવ્ય-મેષ આદિનો અભ્યાસ કરે છે. વાંચનાલયને લાભ પણ મેટી સંખ્યામાં લેવાય છે. મારી ભાવના છે કે ગુરૂદેવના આ પુણ્ય સમારકને સમૃદ્ધ બનાવવા માટે એક વિશાળ મકાનની જરૂર છે ઉપરાંત તેને વિશેષ વિકાસ કરવાની પણ જરૂર છે. તમે બધા ભાગ્યશાળીઓ છે. પરમાત્માની કૃપાથી સંપત્તિશાળી પણ છે. ધર્મના ઉદ્યોત માટે અને જે સમાજના કલ્યાણ માટે તમે દર વર્ષે હજારે ખર્ચો છે. તમે ગુરૂદેવના અનન્ય ભકત છે. હું તે ઈચ્છું કે ફંડની મંગળ શરૂઆત તમારી તરફથી થાય તે મને ખાત્રી છે કે બીજા શ્રીમંતે જરૂર સક્રિય સાથ આપશે. ગુરૂદેવનું પુણ્ય સ્મારક ભવ્ય અને અમર બનશે. તમારે જ્ઞાન-દાન ઉજવળ બનશે.”
આચાર્યશ્રીની સુધાભરી ભાવના ફળી. ત્યારે ત્યાં જ ટ્રસ્ટીઓએ ફંડની શરૂઆત કરી. વીસ હજાર રૂપીઆ ત્યાં જ ભરાઈ ગયા. ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રીએ વિશેષ પ્રયાસ કરવા વિચારણા કરી. થોડા સમયમાં સારું એવું ફંડ થઈ ગયું. પણ આચાર્યશ્રીના અનેક પ્રયાસે છતાં મકાન માટે ચેકસ નિર્ણયે થઈ શકયા નહિ, જનતા વર્ષોથી એ જ્ઞામંદિરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com