________________
જિનધિરિ જીવન-પ્રભા થઈ જાય છે. દહાણુ સ્ટેશનથી વિહારની તૈયારી હતી અને આગેવાને પણ જાણતા હતા કે આચાર્યશ્રી જરૂર વિહાર કરશેજ. તેવામાં આચાર્યશ્રીએ મીઠી ટકોર કરી અને આગેવાનોએ આચાર્યશ્રીને વચન આપ્યું, વિહાર બંધ રહ્યો. બીજે દિવસે વ્યાખ્યાનમાં આચાર્યશ્રીએ દાહાણુ સ્ટેશનમાં ઉપાશ્રય માટે પ્રેરણા આપી અને બધાના આશ્ચર્ય વચ્ચે શા. કચરાદાસજી લક્ષમીચંદજી કાપડીયા, શા. ડાહ્યાભાઈ જેચંદભાઈ, શા. તલકચંદજી ભેરાજી, શા. અમૃતલાલ તથા શા. લક્ષમીચંદ, શ્રી કેશરીચંદભાઈ નાથુભાઈ તથા શા. એટરમલજી વગેરે બધાએ મળીને રૂપીયા બાર હજાર લખાવી દીધા. ઉપરાંત દાહાબંદરવાળા શેઠ ધનરાજજી ગેવરચંદજી બાફણાએ પિતાની દહાણુ સ્ટેશન ઉપરની જમીન જૈન દહેરાસરજી તથા ઉપાશ્રય માટે ભેટ આપી. આચાર્યશ્રીને ઉપદેશથી દહાણુ સ્ટેશનમાં દહેરાસરજી તથા ઉપાશ્રય થઈ ગયાં અને મુંબઈ જતાં આવતાં સાધુ મુનિરાજે તેમજ સાધ્વીજીઓને દહાણુ સ્ટેશનમાં ખૂબ અનુકૂળતા થઈ ગઈ.
દહાણુ સ્ટેશનથી વિહાર કરી બાણુગામ, બોઈસર, પાલધર, સફાલા, વિરાર થઈને અગાસી પધાર્યા. અગાસીમાં ઝવેરી ઝવેરચંદભાઈ કેશરીચંદભાઈએ સહ કુટુંબ આવી ગી–પુજા તથા સ્વામીવાત્સલ્યને લાભ લીધે. ૫ દિવસ સ્થિરતા કરી દશનને લાભ લીધે, અગાસીમાં અમદાવાદનિવાસી શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ હવાફેર માટે આવ્યા હતા. આચાર્યશ્રી પાસે હંમેશ આવતા હતા. આચાર્યશ્રીની પુણ્યપ્રભા તથા સુધાભરી વાણી સાંભળી ચીમનભાઈને ખૂબ શાંતિ મળી. આચાર્યશ્રીને કામ સેવા માટે વિનતિ કરી. આચાર્યશ્રીએ જણાવ્યું કે તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com