________________
ધન્ય વીરચંદભાઈ ! ધન્ય ગ્રામસુધારણું!
: ૨૫૭
સૌરાષ્ટ્રમાં આવી વ્યાપારી શિક્ષણ આપતી કેટલી સંસ્થા છે!”
“ગુરૂવર્ય! સૌરાષ્ટ્રમાં વાણિજ્ય વિદ્યામંદિર” એકજ અને પ્રથમજ હાઈસ્કૂલ છે. અમદાવાદમાં એક આર. સી હાઈસ્કૂલમાં તેવું શિક્ષણ અપાય છે.
તમારી સંસ્થાના પ્રમુખ શ્રી ફકીરચંદભાઈ અમારા અનન્ય ભક્ત છે. શ્રી જીનભદ્રવિજય મહારાજ પણ અમારા પરમ પ્રેમી છે. આ ગુરૂકુળની પ્રવૃત્તિ-પ્રગતિ જાણી ખૂબ આનંદ થાય છે.”
કૃપાળુ! વાણિજ્ય વિદ્યામંદિર તે થયું પણ ખર્ચ ખૂબ વધી ગયેલ છે વળી હાઈસ્કૂલનું મકાન પણ કરવાનું છે.”
કુલચંદભાઈ ! તમારી સંસ્થામાં શ્રી ફકીરભાઈ તથા ચંદુલાલભાઈ જેવા મહારથી છે. તમે પણ તેવા જ સેવાભાવી છે. જૈનસમાજમાં શિક્ષણપ્રેમી દાનવીર ઘણું છે. ગુરૂકુળને વિકાસ થશે. પિસા પણ મળી જ રહેશે. તમે તે જાણે છેને શરૂ શરૂમાં આ સંસ્થાને કેવી કેવી મુશીબતે વેઠવી પડી હતી અને છતાં સંસ્થા પ્રગતિ સાધી રહી છે. લક્ષમીનંદને પિતાના સ્વામીભાઈઓને કેમ ભૂલશે ! બાળકના સદ્દભાગ્યે બધાંય રૂડાવાના થઈ રહેશે.” આચાર્યશ્રીએ મંગળ આશીર્વાદ આપ્યા.
આપણું ચરિત્રનાયક ખંભાતથી વિહાર કરી ધોલેરા, વળા, સેનગઢ થઈને પાલીતાણા પધાર્યા. શ્રી યશોવિજયજી જેને ગુરૂકુળમાં એક દિવસ સ્થિરતા કરી. બીજે દિવસે ધામધૂમપૂર્વક પ્રવેશ થયો. કલ્યાણ ભુવનમાં પધાર્યા. માંગલિક સંભળાવી તીર્થાધિરાજના મહિમા વિષે પ્રવચન આપ્યું. પાલીતાણાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com