________________
: ૨૪ :
જિનક્રિસુરિ જીવન-પ્રભા “કૃપાળુ ! આપ પધારશો તે પંચતીર્થી તથા સિદ્ધચક્રની વ્યવસ્થા કરીશું. આપ જરૂર પધારો.” બેથરાજીએ વચન આપ્યું.
સાહેબ! ગગોલાવમાં ધર્મભાવના સારી છે, પંચતીર્થી તથા સિદ્ધચક્રજી અમે નાગોરના દહેરાસરજીમાંથી આપીશું.” નાગારના આગેવાને મુશ્કેલીને ઉકેલ દર્શાવ્યા.
શુકન તે સારાં થાય છે. હવે તે કાયમી દહેરાસર જ કદાચ થઈ જશે.” બેથરાજીએ ભવિષ્યવાણી કહી સંભળાવી.
ભાગ્યશાળી! કદાચ શું! હવે તે દહેરાસરજી થયું જ સમજે. ધર્મભાવના પ્રદિપ્ત રાખવા ગામેગામ નાના નાના મંદિરે તે હેવાં જ જોઈએ.” આચાર્યશ્રીએ મક્કમતા દર્શાવી.
દયાસાગર! આપ દીઘતપસ્વી, પુણ્યરાશી આચાર્યપ્રવરની સુધાવામાં જાદુ છે. અમારી વર્ષોની મનેકામના પૂરી થશે જ.” બેથરાજીએ પિતાના હૃદયની વાત રજુ કરી.
આચાર્યશ્રી ગગોલાવ પધાર્યા. ગેગેલાવમાં પ્રભુદર્શન માટે વ્યવસ્થા ન હોવાથી નાગોરથી પંચતીર્થી તથા સિદ્ધચકજી આવી ગયાં. ગોગેલાવના ભાઈ-બહેનને આનંદ થયે. સવાર-સાંજ દર્શન, પૂજા, ભાવના આદિને લાભ બધા લેવા લાગ્યા.
આજે અષ્ટમી હતી. બધા ભાઈ–બહેને વ્યાખ્યાન સાંભળવા આવેલા. આચાર્યશ્રીએ તક જોઈને વાત ઉપાડી.
ભાગ્યવાન! તમારૂં ગામ ભલે નાનું છે પણ તમારી ધર્મભાવના ઘણી પ્રબળ છે. જૈન ધર્મ જેવા ચિંતામણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com