________________
મધૂરાં મિલન
કે ૨૪૭ : પ્રશ્નો વિષે વાર્તાલાપ થયો. આપણા ચરિત્રનાયકની સૌમ્યતાથી આચાર્યશ્રી વિજય લલિતસૂરિજીને પણ ખૂબ આનંદ થયો. જુદા જુદા ગચ્છના આચાર્યો કે પ્રેમભાવ દર્શાવે છે. બધા આચાર્યો-મુનિવરોમાં આ જ પ્રેમભાવ હોય તે જૈનશાસનનો જય જયકાર થઈ રહે.
ગોગલાવથી આચાર્યશ્રી નાગોર પધાર્યા. નાગેરમાં દાદાવાડી સુપ્રસિદ્ધ છે. સત્તરમી સદીના મહાનશાસન પ્રભાવક તથા મુગલ સમ્રાટ અકબર શાહના પ્રતિબંધક યુપપ્રધાન શ્રી જીનચંદ્રસૂરીશ્વરજીની જયંતી દર વર્ષે નાગોર ઉજવે છે. પચાસ હજાર નૂતન જૈન બનાવનાર શ્રી જીન કુશળસૂરીશ્વરજીની જયંતી પણ ઉજવાય છે, પણ બડા દાદા તરીકે સુપ્રસિદ્ધ એક લાખ ત્રીસ હજાર જેને બનાવનાર જૈનશાસન પ્રભાવક શ્રી જનદત્તસૂરીશ્વરજીની જયંતી માંટે પ્રબંધ ન હોવાથી આપણું ચરિત્રનાયકે શેઠ મીસરીમલજીને ઉપદેશ આપી રૂ. ૧૫૦૦ ની રકમ વ્યાજે મૂકાવા પ્રબંધ કર્યો. હવે દર સાલ અશાડ શુદ ૧૧ ના દિવસે દાદાસાહેબની પાલખી સહિત વડો નીકળે છે. દાદાસાહેબની પૂજા ભણાવાય છે તથા શત્રિ જાગરણ પણ થાય છે. આચાર્યશ્રીને ચાતુમાસ માટે આગ્રહ કર્યો પણ આચાર્યશ્રીએ તે સ્પષ્ટ જણાવ્યું કે તમારા નાતજાતના ઝગડા ધર્મકાર્યમાં લાવે છે તે ઈષ્ટ નથી. જૈનશાસનના અને તમારા સંઘના ઉદ્યોત માટે તમારે ઐકયતા અને સંગઠન સાધીને કાર્ય કરવાની જરૂર છે. આચાર્ય શ્રી નાગરથી વિહાર કરી ફધીની યાત્રા કરી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કાપરડાજી પધાર્યા. કાપરડાજી તીર્થની યાત્રા કરી પાલી થઈ ગુંદેચ, સાંડેરાવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com