________________
૨ ૨૩૮ :
જિનાદિસરિ જીવન-પ્રભા
ભાગ્યવાને! શ્રી મણીસાગરજી મહારાજ તે શાંતમૂતિ છે. મારી તે તે માટે સંમતિ જ હોય પણ તમે શ્રીસંઘના નાના-મોટા આગેવાને બરાબર વિચારી લેશે. આવા કાર્યમાં કોઈને પણ વિરોધ ન જ હોય પણ સંઘના બંધારણ પ્રમાણે નિર્ણય કરી સારે. તમે તે જાણે છે આપણા સમાજમાં વિસંતેષીઓ બહુ છે. અને ધર્મકાર્યમાં પણ તેઓ વિડ્યો લાવે છે.” આચાર્યશ્રીએ માર્ગદર્શન આપ્યું.
શ્રી સંઘના આગેવાનેને આચાર્યશ્રીની સલાહ ઉપયોગી લાગી અને સંઘની સંમ્મતિ મેળવવા નિર્ણય કર્યો.
માળારોપણને ઉત્સવ આરંભાયો. બીકાનેરમાં ઉપધાન કરનાર ભાગ્યશાળીઓના કુટુંબીજને આવવા લાગ્યા. મંડપની રચના કરવામાં આવી. માળની બેલી ઉત્સાહપૂર્વક બોલાઈ ગઈ અને હજારો બહેન-ભાઈઓ મંડપમાં ઉમટી આવ્યાં.
બાળ બ્રહ્મચારી ઉગ્રતપસ્વી થાણુ તીર્થોદ્ધારક આચાર્યશ્રી જનદ્ધિસૂરિશ્વરજીના અધ્યક્ષ સ્થાને ઉત્સવ આરંભાયે. શ્રી મણીસાગરજી મહારાજ, પં. શ્રી રંગવિમલજી મહારાજ, શાસન સમ્રાટ શ્રી વિજયનેમસૂરિશ્વરજી મહારાજના શિષ્ય શ્રી મેરૂવિજયજી મહારાજ, તપાગચ્છના વિદ્વાન સાધ્વી શ્રી દેવશ્રીજી મહારાજ, તથા ખરતરગચ્છને સાધ્વી સમુદાય વગેરે સમક્ષ માળારોપણ વિધિ શરૂ થયા.
આચાર્યશ્રીએ ક્રિયા કરાવી. બધાએ આનંદ-ઉલાસપૂર્વક માળાએ પહેરી. આબાલવૃદ્ધમાં આનંદની ઉમિઓ ઉછળી રહી, જયાનાથી મંડપ ગુંજી રહ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com