________________
બીકાનેર અને તીર્થયાત્રા-સંધા
હંમેશાં જુદા જુદા જીનાલયના દર્શન કરવા જાય છે અને ઉપધાનના તપસ્વીઓને કઈ કઈ દિવસ પ્રવચન સંભળાવે છે.
આજે ચતુર્દશી હતી. વ્યાખ્યાન ચાલતું હતું. આજે ઘણા આગેવાનો હાજર હતા. આચાર્યશ્રીએ તક જોઈને કહ્યું.
ભાગ્યવાનો ! બીકાનેર તે રાજસ્થાનનું સુપ્રસિદ્ધ ધામ છે. બીકાનેરના ધર્મપ્રેમી સરદારે વિદ્યાપ્રેમી પણ છે અને સમૃદ્ધિશાળી છે. તમારામાં ધર્મજાગૃતિ પણ સારી છે. શાળા-પાઠશાળા-સ્કૂલ, જ્ઞાનમંદિર વગેરે પણ તમે ચલાવે છે. તમારા શહેરમાં કલામય મને હર મંદિરે છે અને જ્ઞાનભંડારે પણ છે પણ શ્રી નેમીનાથજીનું મંદિર જીણું થઈ રહ્યું છે. જે શહેરમાં લક્ષ્મીનંદને વસતા હાય, જે શહેરની ધર્મભાવના પ્રસિદ્ધ હોય, જે શહેરમાં હજારના દાન થતાં હોય તે શહેરના મંદિરના જીર્ણોદ્ધારને માટે આવી ઉદાસીનતા શેભે ખરી ! એક જ ભાગ્યવાન તેને લાભ લઈ તીર્થકર ગોત્ર બાંધી શકે છે.”
આચાર્યશ્રીના સુધાભર્યા વચનોની ભારે અસર થઈ. શ્રી સંઘે શ્રી નેમીનાથના મંદિરના જીર્ણોદ્ધાર માટે નિર્ણય કર્યો. આચાર્યશ્રીના જયનાદથી ઉપાશ્રય ગુંજી ઊઠ્યો. ' “સાહેબ! અમારી શ્રી સંઘની ભાવના છે કે શ્રી મણીસાગરજી મહારાજને યોગ્ય પદવીદાનથી વિભૂષિત કરવા. આપશ્રી જેવા થાણા તીર્થોદ્ધારક દીર્ઘતપસ્વી આચાર્યશ્રી બીકાનેર પધાર્યા છે અને શ્રી મણીસાગરજી મહારાજે પ્રેરણા આપી બીકાનેરમાં ઉપધાન તપ આદિ ધમ ઉદ્યોત કરાવ્યો છે તે આપશ્રીની સલાહ શું છે!” બીકાનેરના આગેવાનોએ પ્રાર્થના કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com