________________
બીકાનેર અને તીર્થયાત્રા-સંધ
: ૨૩૯
સાહિત્યપ્રેમી શ્રી અગરચંદજી નાહટા આચાર્યશ્રીની આજ્ઞા લઈને ઉભા થયા. નાહટાજીએ ઉપધાન તપ શું છે ! ઉપધાનની ક્રિયાનું રહસ્ય શું છે ! ઉપદ્યાન તપ શ્રાવક-શ્રાવિકાની કરણીને મૂળ પાયો છે. જે જે ભાઈ બહેનોએ શાંતિપૂર્વક ઉપધાન તપની આરાધના કરી છે તે ધન્યવાદને પાત્ર છે. આચાર્યશ્રી છત્રદ્ધિસૂરીજી રસ્તાના વિહારની તકલીફ વેઠીને બીકાનેરના શ્રી સંઘના આબાલવૃદ્ધને અમૃત દેશનાને તથા માળારોપણ ક્રિયાને જે લાભ આપ્યો છે તે માટે શ્રી સંઘ આચાર્યશ્રીને ઋણી રહેશે. બીકાનેરમાં આવા પ્રકારના ઉત્તમ ઉપધાન તપનું ઉદ્યાપન કરાવીને જે ધર્મઉદ્યોત કર્યો છે તે માટે શ્રી મણીસાગરજી મહારાજને બીકાનેર ઉપર ઘણે માટે ઉપકાર છે. ઉપરાંત શ્રી મણસાગરજી મહારાજે આપણા પૂર્વાચાર્યો સામે કરેલા અ૫લાપોના શાસ્ત્રદષ્ટિએ જડબાતોડ જવાબ આપીને શાસનની શોભા વધારી છે. બીકાનેર શ્રી સંઘની ભાવના છે કે શ્રી મણસાગરજી મહારાજને ગ્ય પદવીથી અલંકૃત કરવા.
સાહિત્યપ્રેમી શ્રી અગરચંદ નાહટાએ જે પ્રસ્તાવ શ્રી સંઘ સમક્ષ રજુ કર્યો છે તેને મારું હાર્દિક અનુમોદન છે. શ્રી મણીસાગરજી મહારાજ સુગ્ય છે અને તેઓશ્રીને આચાર્યપદવી આપવા શ્રી સંઘના આગેવાની ભાવના છે. આશા છે આપ સૌ સંમત થશો.” શ્રી શેઠ ભેરુદાનજી કે ઠારીએ અનુમોદન આપ્યું.
શ્રી સંઘના આબાલવૃદ્ધ જયનાથી તે પ્રસ્તાવને વધાવી લીધે, આનંદના મોજા ઉછળી રહ્યાં હર્ષની જેલરેલાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com