________________
: ૨૩૪
જિનઋહિરિ જીવન-પ્રભા સેવા સમિતિ દ્વારા સેવાને દીપ પ્રગટાવ્યા છે. તમારી લીલમ લીલી વાડી પાંચ ભાઈઓનું વિશાળ કુટુંબ, તમારી ધર્મભાવના, સાદગી, સૌમ્યતા તથા ઐકયતા જોઈને તે આદર્શ કુટુંબનું દર્શન થાય છે. તમારી દંપતીની ધર્મશ્રદ્ધા અને ગુરૂભક્તિ તે અનુપમ છે. સૌરાષ્ટ્રમાં તીર્થાધિરાજના દર્શને આવવાનું થશે ત્યારે જરૂર તમારે ત્યાં આવવાનું રાખીશું. સમઢીયાળા પણ જેવાની ભાવના છે.” આચાર્યશ્રીએ આનંદથી સંમતિ દર્શાવી.
“ગુરૂદેવ ! આપે તે ચૂરૂમાં ધર્મને ઘણે સારો ઉદ્યોત કર્યો. અમારા ઘણા કુટુંબમાં સાચી શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. હવે કૃપા કરી આપ આપના પૂર્વજોના આ મનહર ઉપાશ્રયમાં વિશેષ સ્થિરતા કરે. આ વૃદ્ધાવસ્થામાં સૂરને લાભ આપે.” શેઠ ચંપાલાલજીએ વિનતિ કરી.
ભાગ્યશાળી. થાણાની પ્રતિષ્ઠા કરાવવાની મારી જવાબદારી છે. તીથૌધિરાજની યાત્રાની પણ ભાવના છે. વૃદ્ધાવસ્થા છે એટલે સ્થિરતા કરવાની તમારી વિનતિ તે બરાબર છે પણ સાધુ તે ચલતા ભલા. જે ધર્મ પ્રદ્યોત થઈ શકે તે કરતા રહેવાની અમારી પ્રથમ ફરજ છે. વળી પૂર્વજોને ઉપાશ્રય, દાદાવાડી ઉપાશ્રય, વગેરેની સારસંભાળ ગુરૂવયે તમને સેંપી છે” તે તમે તે બધું વ્યવસ્થિત રાખશે અને ધર્મશ્રદ્ધા જવલંત રાખશો. એજ મારી ભલામણ છે. ગૂરૂનું સં. ૨૦૦૦નું ૫૨ મું ચાતુર્માસ આનંદપૂર્વક પૂર્ણ કરી આખાએ શહેરના બહેન-ભાઈઓની ભાવભીની વિદાય લઈ વિહાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com