________________
ચુફમાં ધર્મપ્રભાવ
: ૨૩૩ : નીકળ્યા પછી ભોજન લેતા. તેમની મનમોહક અગીના દર્શન માટે ચૂરૂ શહેરના આબાલવૃદ્ધ ઉમટી આવતા અને મેળા જેવું બની રહેતું.
મુંબઈથી આચાર્યશ્રીના અનન્ય ગુરૂભક્ત ધર્મનિષ્ઠ અને ધર્મશ્રદ્ધાળુ શ્રી હરિચંદભાઈ માણેકચંદ કુટુંબ સહિત આચાશ્રીના દર્શન માટે મુંબઈ જેટલા દૂર પ્રદેશથી દૂર દૂરના ચુરુમાં આવ્યા અને આચાર્યશ્રીના દર્શન કરી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. શ્રી હરિચંદભાઈનું આતિથ્ય સૂરના ભાઈઓએ બહુ ભાવપૂર્વક કર્યું. શ્રી હરિચંદભાઈએ ગુરૂદેવને મુંબઈ પધારવા પ્રાર્થના કરી. આચાર્યશ્રીએ સિદ્ધાચળની યાત્રા કરી મુંબઈ તરફ આવવા ભાવના દર્શાવી.
કૃપાળુ! આપ સિદ્ધાચળ પધારે છે તે જાણી અત્યંત આનંદ થયો. જસદણમાં અમારા ત્રણ નિવાસગૃહ તૈયાર થવા આવ્યા છે. તેનું વાસ્તુ લેવાનું છે અને આપશ્રીના પગલાં ત્યાં કરાવવા અમારે ખાસ ભાવ છે. મારા પૂજ્ય પિતાશ્રી, મારા પૂજ્ય કાકાશ્રી તથા મારા વડીલ બંધુ શ્રી કુલચંદભાઈને પણ તે માટે ઘણે આગ્રહ છે.” શ્રી હરિચંદભાઈએ આગ્રહ ભરી વિનતિ કરી.
હરિચંદભાઈ! શ્રી વીરચંદભાઈ તે મહાભાગ્યશાળી અને બડભાગી છે. તેમણે તે કુટુંબના પ્રત્યેક બાળકના શિક્ષણસંસ્કાર અને જીવનવિકાસ માટે ભારે જહેમત ઉઠાવી છે. બધાને પિતેજ ધંધાની તાલીમ આપી છે એટલું જ નહિ પણ નાની ઉંમરમાં તમને ધીકતી પેઢીને કારોબાર સેંપી નિવૃત્ત થયા છે. એટલું જ નહિ પણ પોતાના જ નાનકડા ગામમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com